Not Set/ ભ્રષ્ટાચાર/ રાજકોટમાં 9000 નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ હાથ લાગ્યું

રાજકોટ ખાતે 9000 નકલી કાર્ડ  મળી આવ્યા 5 ઓપરેટરો સામે પોલીસ ફરિયાદ નોંધવા કમિટી બનાવાઈ કૌભાંડ મામલે સાયબર સેલની મદદ લેવામાં આવશે આયુષ્યમાન કાર્ડ એ સરકારે ગરીબ દર્દીઓની સારવાર અને સુખાકારી માટે અમલમાં મુક્યા હતા. પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે કેટલાક લોકો દ્વારા તેનો બહુ મોટા પાયે દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાય ખાસ […]

Gujarat Rajkot
bhosale 1 ભ્રષ્ટાચાર/ રાજકોટમાં 9000 નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ હાથ લાગ્યું
  • રાજકોટ ખાતે 9000 નકલી કાર્ડ  મળી આવ્યા
  • 5 ઓપરેટરો સામે પોલીસ ફરિયાદ નોંધવા કમિટી બનાવાઈ
  • કૌભાંડ મામલે સાયબર સેલની મદદ લેવામાં આવશે

આયુષ્યમાન કાર્ડ એ સરકારે ગરીબ દર્દીઓની સારવાર અને સુખાકારી માટે અમલમાં મુક્યા હતા. પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે કેટલાક લોકો દ્વારા તેનો બહુ મોટા પાયે દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાય ખાસ કરીને ગુજરાતમાં છાસવારે નકલી આયુષ્યમાન કાર્ડ હાથ લાગી રહ્યા છે.

હાલમાં રાજકોટમાંથી આયુષ્માન કાર્ડનું કૌભાંડ પકડાયું છે. તેની તપાસ પણ સાઈબર સેલને સોંપવામાં આવશે.  અને નકલી કાર્ડ રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

પંચમહાલ : આયુષ્યમાન યોજનાનાં બોગસ કાર્ડ મળી આવ્યા

આયુષ્યમાન ભારત યોજનાની નકલી વેબસાઇટ,લિંકનો ઉપયોગ કરનાર યુઝરના મહત્વના ડેટાની ચોરી

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાંથી નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે હવે તંત્ર દ્વારા 9 હજાર કાર્ડને રદ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં 5 ઓપરેટરો સામે ફરિયાદ નોંધવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. અને વધુ તપાસ માટે સાયબર સેલની મદદ લેવામાં આવશે. 9 હજાર કાર્ડ રદ કરવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. સાચા લાભાર્થીઓને તંત્ર દ્વારા ફરીથી કાર્ડ કાઢી આપવામાં આવશે.

બનાસકાંઠા/ બોગસ આયુષ્યમાન કાર્ડ અંગે બે ઈસમો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

રાજકોટ/ લોકોને નકલી આયુષ્યમાન કાર્ડ પધારવતા 8 લોકો પકડાયા,હજારો બોગસ કાર્ડ ફરતા થયા

ઉલ્લેખનીય છે કે અવાર નવાર ગુજરાત રાજ્યમાં આયુષ્માન કાર્ડનું કૌભાંડ સામે આવી રહ્યા છે. હજુ હમણાં જ એક જ પરિવારને જ 17000 આયુષ્માન કાર્ડ ઈસ્યુ થયાની ઘટનાં પણ સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.