South Gujarat-Heavyrain/ કચ્છ-સૌરાષ્ટ્ર પછી મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં ધડબડાટીઃ નવસારીમાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો

મેઘરાજાએ કચ્છ અને સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતનો વારો કાઢ્યો લાગે છે. દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં સવારના છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીમાં ફક્ત છ કલાકમાં જ દસ વરસાદ ખાબક્યો છે.

Top Stories Gujarat
South Gujarat Heavyrain કચ્છ-સૌરાષ્ટ્ર પછી મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં ધડબડાટીઃ નવસારીમાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો

મેઘરાજાએ કચ્છ અને સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતનો South Gujarat-Heavy rain વારો કાઢ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં સવારના છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીમાં ફક્ત છ કલાકમાં જ દસ વરસાદ ખાબક્યો છે. તેમા પણ છેલ્લા બે કલાકમાં નવ ઇંચ પાણી ખાબકતા ચોમેર પાણી- પાણી છે. નવસારી પાણીથી તરબોળ થઈ ગયું છે. ભારે વરસાદની સાથે પાણી ભરાવવાના લીધે નવસારીમાં લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં સીઝનનો લગભગ 120 ટકા વરસાદ પડ્યો છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 92 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હજુ સુધી 55 ટકા તો મધ્ય ગુજરાતમાં 54 તથા ઉત્તર ગુજરાતમાં 52 ટકા જેટલો વરસાદ પડ્યો છે.

મેઘરાજાએ સૌરાષ્ટ્ર-કચ્છ પછી દક્ષિણ ગુજરાતમાં તેમની South Gujarat-Heavy rain સવારી દોડાવી છે. નવસારી જિલ્લામાં આભ ફાટ્યા જેવા દ્રશ્યો સર્જાયા છે. નવસારીના ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. તેની સાથે વાહનવ્યવહાર થંભી ગયો છે.

નવસારીના જલોલપુરમાં આઠ ઇંચ, ખેરગામમાં છ ઇંચ, ગણદેવીમાં South Gujarat-Heavy rain પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ બધા સ્થળોએ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાહનચાલકોની સ્થિતિ અત્યંત ખરાબ છે. કેટલાય સ્થળોએ ટુ-વ્હીલરો બંધ થઈ જતા જોવા મળ્યા છે. ભારે વરસાદના લીધે વાહનવ્યવહારના મોરચે વરસાદચાલિત કરફ્યુ નોંધાયો છે.

છેલ્લા છ કલાકમાં ગુજરાતના કુલ 106 તાલુકામાં વરસાદ South Gujarat-Heavy rain નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં વલસાડ, નવસારી, સુરત, જામનગર, દેવભૂમિ દ્વારકા, અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

વલસાડના કપરાડામાં સૌથી વધુ નવ ઇંચ વરસાદ South Gujarat-Heavy rain ખાબક્યો છે. વિસાવદર, ખંભાળિયામાં આઠ કરતા પણ વધુ ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પારડીમાં છ, વડોદરામાં પાંચ, ધરમપુરમાં સાડાચાર, વલસાડ, દોલવાણ, પાદરામાં ચાર, ઇંચ, ચીખલી, કલ્યાણપુર, વાપી તથા ઉમરગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

 

આ પણ વાંચોઃ Video/ મુશળધાર વરસાદ, 50 થી વધુ મુસાફરોને લઈ જતી બસ નદીમાં ફસાઈ ગઈ; જુઓ VIDEO

આ પણ વાંચોઃ Enchroachment In Delhi/ રેલવેએ દિલ્હીમાં બે મોટી મસ્જિદોને હટાવવાની નોટિસ, વક્ફ બોર્ડે કહ્યું- 1945નો કાનૂની કરાર છે, કોઈ અતિક્રમણ નથી

આ પણ વાંચોઃ Heavy Rain/ જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચોઃ Uttarakhand Cloud Burst/ ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વાદળ ફાટ્યા, મોટાપાયે પૂર આવ્યા

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ઈન્ટરનેટ શરૂ થતાંની સાથે જ આ ગેંગ થઈ ગઈ સક્રિય, પોલીસે બનાવ્યો ખાસ પ્લાન