Uttarakhand cloud burst/ ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વાદળ ફાટ્યા, મોટાપાયે પૂર આવ્યા

ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ વાદળ ફાટવાના બનાવો સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં શુક્રવારે મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં ભારે પૂર આવ્યુ છે. ભૂસ્ખલનને કારણે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોના એક ભાગ સહિત અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે.

Top Stories India
Uttarakhand cloud burst ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વાદળ ફાટ્યા, મોટાપાયે પૂર આવ્યા

ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ વાદળ Uttarakhand cloud burst ફાટવાના બનાવો સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં શુક્રવારે મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં ભારે પૂર આવ્યુ છે. ભૂસ્ખલનને કારણે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોના એક ભાગ સહિત અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે.

પિથોરાગઢ જિલ્લાના બાંગપાનીમાં વરસાદને કારણે, ગટરો ઉભરાઇ જેના કારણે જોરદાર પ્રવાહના કારણે 150 મીટરનો રસ્તો ધોવાઇ ગયો. આ રોડ બંગાપાનીને જરાજીબલીથી જોડે છે. વાદળ ફાટવાના Uttarakhand cloud burst કારણે ભારે વરસાદની સંભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડના સાત જિલ્લાઓ માટે 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એવો અંદાજ છે કે શનિવાર બપોર સુધી હરિદ્વાર, ઉત્તરકાશી, ટિહરી, પૌડી, દેહરાદૂન, પિથોરાગઢ, બાગેશ્વર, ચંપાવતમાં ભારે વરસાદ થઈ શકે છે.

ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. બારકોટ નજીક રાજતર ગંગનાની વિસ્તારમાં વરસાદને કારણે ઘણું નુકસાન થવાની આશંકા છે. રસ્તો બંધ હોવાને કારણે હજુ સુધી તેની Uttarakhand cloud burst આકારણી થઈ શકી નથી. મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા છે.

ઉત્તરકાશીમાં ભારે વરસાદે યમુના ખીણમાં તબાહી મચાવી હતી. રાજતરમાં ત્રણ ગટર ઉભરાઈ છે. વરસાદના કારણે જગ્યાએ જગ્યાએથી પથ્થરો અને કાટમાળ આવતા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ઘટના સ્થળે Uttarakhand cloud burst પહોંચી શકી નથી. અહીંના બારકોટ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી આવાસીય કન્યા શાળામાં પાણી ભરાઈ ગયું હતું. SDRFની ટીમે શાળાનું નિરીક્ષણ કર્યું છે. અત્યાર સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.
ચમોલી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ

હવામાન કેન્દ્રના નિર્દેશક ડૉ. વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, 23 જુલાઈએ પિથોરાગઢ, બાગેશ્વર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, 24 જુલાઈએ દેહરાદૂન, પૌરી ચમોલી, નૈનીતાલ, પિથોરાગઢ અને બાગેશ્વર જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ સાંબેલાધાર વરસાદ/ ગુજરાતમાં હજી પણ સાંબેલાધાર વરસાદની આગાહી

આ પણ વાંચોઃBotad-Teenager Dies/ બોટાદમાં દુઃખદ ઘટનાઃ કિશોર તળાવમાં ડૂબ્યો

આ પણ વાંચોઃ Iskon Bridge Accident/ ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી શહેરમાં ચાલતા કાફે-રેસ્ટોરા પર પોલીસની તવાઈ

આ પણ વાંચોઃ Heavy Rain/ વિસાવદરમાં સાત ઇંચ વરસાદ અને કપરાડામાં નવ ઇંચ ખાબક્યો

આ પણ વાંચોઃ Virat Kohli/ અદભુત સંયોગ સચીન, ગાવસ્કર અને કોહલી ત્રણેયની 29મી સદી વેસ્ટઇન્ડીઝ સામે