Iskon Bridge Accident/ ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી શહેરમાં ચાલતા કાફે-રેસ્ટોરા પર પોલીસની તવાઈ

સમગ્ર રાજ્યને હચમચાવી દેતાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ વધુ સર્તક બની છે. જેના પગલે હવે મોડી રાત સુધી ચાલતા કાફે અને રેસ્ટોરન્ટ પર તપાસનો દોર શરૂ કર્યો છે. જેના માટે SOGની ટીમ દ્વારા શહેરના અલગ અલગ કાફેમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat

સમગ્ર રાજ્યને હચમચાવી Iskon Bridge Accident દેતાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ વધુ સર્તક બની છે. જેના પગલે હવે મોડી રાત સુધી ચાલતા કાફે અને રેસ્ટોરન્ટ પર તપાસનો દોર શરૂ કર્યો છે. જેના માટે SOGની ટીમ દ્વારા શહેરના અલગ અલગ કાફેમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર Iskon Bridge Accident બુધવારે રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત બાદ પોલીસ સફાળી જાગી હોય તેમ શુક્રવારે અમદાવાદ એસઓજીએ શહેરભરમાં કાફેમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓને લઈને સિંધુ ભવન રોડ, થલતેજ તેમજ એસજી હાઈવે પર તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત પોલીસે દારૂના નશો કરીને Iskon Bridge Accident ગાડી ચલાવતા લોકોને પકડવા માટે ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે બ્રેથ એનાલાઈઝર દ્વારા વાહનચાલકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. સરખેજ, બોડકદેવ સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે મોડી સાંજે પોલીસ કાફલો ખડકી મોડી રાત સુધી વાહનચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

જ્યારે બીજી તરફ મોડી રાત્રે ઇસ્કોન થી એસ જી હાઈવે, Iskon Bridge Accident સિંધુ ભવન રોડ અને એસપી રિંગ રોડ પર ઓવર સ્પીડથી ગાડી ચલાવતા લોકો પર કાર્યવાહી માટે સ્પીડોમીટરથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ દ્વારા વિવિધ રસ્તાઓ પર પણ આગામી દિવસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે.

 

આ પણ વાંચોઃ Heavy Rain/વિસાવદરમાં સાત ઇંચ વરસાદ અને કપરાડામાં નવ ઇંચ ખાબક્યો

આ પણ વાંચોઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત/તથ્ય પટેલે કારની સ્પીડ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો કેટલી ઝડપે દોડી રહી હતી જેગુઆર

આ પણ વાંચોઃ અમદાવાદ/ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ AMCએ લીધો મોટો નિર્ણય, શહેરના 84 બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવાશે

આ પણ વાંચોઃ હવાઇ નિરીક્ષણ/ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોની આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઇ નિરીક્ષણ કરશે

આ પણ વાંચોઃ અમદાવાદ/ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીઓની ધોળા દિવસ સરખેજ પોલીસ ઊંઘ ઉડાવશે