Ahmedabad News/ અમદાવાદની પોળોનો ઐતિહાસિક વારસો જોખમમાં: 30% ઈમારતો જર્જરિત, 500માંથી 100 મકાનો નષ્ટ

અમદાવાદના કોટ વિસ્તારમાં અંદાજે 1,500થી 2,500 જેટલી હેરિટેજ (Ahmedabad Heritage)મિલકતો આવેલી છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો (Ahmedabad Heritage)દરજ્જો મળ્યો છે. શહેરના ઐતિહાસિક વારસાને વિશ્વભરમાં ઓળખ અપાવવા માટે તંત્ર દ્વારા વિવિધ મહોત્સવો, હેરિટેજ વૉક અને પ્રવાસન કાર્યક્રમો યોજવામાં આવે છે

Ahmedabad News : અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો (Ahmedabad Heritage)દરજ્જો મળ્યો છે. શહેરના ઐતિહાસિક વારસાને વિશ્વભરમાં ઓળખ અપાવવા માટે તંત્ર દ્વારા વિવિધ મહોત્સવો, હેરિટેજ વૉક અને પ્રવાસન કાર્યક્રમો યોજવામાં આવે છે. જોકે, આ ઉજવણીઓ વચ્ચે અમદાવાદના કોટ વિસ્તારની ઐતિહાસિક પોળો (Ahmedabad Pols)અને જૂની ઈમારતોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. જાળવણીના અભાવે અનેક હેરિટેજ મકાનો (Heritage Buildings)જર્જરિત થઈ રહ્યાં છે, જ્યારે કેટલાંક મકાનો તોડી પાડવામાં આવતાં શહેરની ઐતિહાસિક ઓળખ ધીમે ધીમે નષ્ટ થઈ રહી છે.

કોટ વિસ્તારની 30% હેરિટેજ મિલકતો જર્જરિત

અમદાવાદના કોટ વિસ્તારમાં અંદાજે 1,500થી 2,500 જેટલી હેરિટેજ (Ahmedabad Heritage)મિલકતો આવેલી છે. આ પૈકી મોટાભાગની મિલકતો રહેણાંક હેતુ માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, યોગ્ય જાળવણી અને સંરક્ષણના અભાવે આશરે 30 ટકા જેટલી મિલકતો જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કેટલીક ઈમારતોને જોખમી ગણાવી તોડી પાડવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ જૂના મકાનોના સ્થાને નવા બાંધકામ થતાં ઐતિહાસિક સ્થાપત્ય અને પરંપરાગત ઓળખનો નાશ થઈ રહ્યો છે.

સરવેમાં ચોંકાવનારી વિગતો, 500માંથી 100 મકાનો નષ્ટ

શ્રેષ્ઠ ખાડિયા અભિયાનના સભ્યોના જણાવ્યા મુજબ, વર્ષ 2019માં 489 હેરિટેજ મિલકતોનો (Heritage Buildings)સરવે કરવામાં આવ્યો હતો. સરવેમાં નોંધાયેલી મિલકતોમાંથી અત્યાર સુધી 38 મકાનો સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે, 11 મિલકતો ખુલ્લા પ્લોટમાં ફેરવાઈ ગઈ છે અને આશરે 50 જૂની ઈમારતો તોડીને ત્યાં નવા બાંધકામ કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ, લગભગ 100 ઐતિહાસિક મિલકતો તેમની મૂળ ઓળખ ગુમાવી ચૂકી છે.

રહેણાંક મકાનોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓનો વધતો વ્યાપ

કોટ વિસ્તારના અનેક રહેણાંક વિસ્તારોમાં હવે ધંધાકીય પ્રવૃત્તિઓ વધી રહી છે. રિનોવેશન કે રહેણાંક હેતુ માટે મંજૂરી મેળવી મકાનોમાં કોમર્શિયલ ઉપયોગ શરૂ કરવામાં આવતો હોવાની ફરિયાદો છે. સોના-ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ, લોખંડ અને પ્લાસ્ટિકનાં કારખાનાં, ગોડાઉન તેમજ અન્ય વેપારી એકમો જૂના રહેણાંક વિસ્તારોમાં ઊભાં થઈ રહ્યાં છે. સાથે જ કેટલાક મકાનોમાં હોમ-સ્ટેની સુવિધાઓ પણ શરૂ થઈ છે, જેના કારણે વિસ્તારની મૂળ રહેણાંક વ્યવસ્થા અને પરંપરાગત વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે.

ગાંધીજી અને સરદાર પટેલ સાથે જોડાયેલી હવેલીઓ પણ બદહાલ

અમદાવાદની પોળો માત્ર સ્થાપત્યનો વારસો નથી, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામની યાદો પણ ધરાવે છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા રાષ્ટ્રીય મહાનુભાવોના રોકાણ સાથે જોડાયેલી ઐતિહાસિક હવેલીઓ અને મકાનો આજે જાળવણીના અભાવે જર્જરિત બની રહ્યાં છે. શહેરની ઐતિહાસિક ઓળખ જાળવવા આ મિલકતોનું સંરક્ષણ જરૂરી બન્યું છે.

હેરિટેજ ઉત્સવ વચ્ચે વારસાની જાળવણીનો સવાલ

હેરિટેજ વીક અને પ્રવાસન કાર્યક્રમો દ્વારા અમદાવાદની પોળોને (Ahmedabad Pols)વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ આ જ વારસાની જાળવણી સામે ગંભીર પડકારો ઊભા થયા છે. ગેરકાયદે બાંધકામ અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી, જૂની ઈમારતોના સંરક્ષણ માટે નીતિ અને માલિકોને સહાય જેવી બાબતો જરૂરી બની રહી છે. ઐતિહાસિક વારસો માત્ર ઉત્સવો પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ તેનું વાસ્તવિક સંરક્ષણ (Heritage Conservation)થાય તેવી માંગ હવે ઉઠી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદની પોળોનો બદલાશે નજારો! AMC રૂ. 37 કરોડના ખર્ચે હેરિટેજ વૉકને આપશે નવું રૂપ

આ પણ વાંચો: અમદાવાદની 400 વર્ષ જૂની પવિત્ર હસ્તકળાને GI ટેગનું સન્માન, જાણો ‘હરતા-ફરતા મંદિર’ પાછળનો ઇતિહાસ

આ પણ વાંચો: પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…