Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં વગર વરસાદે પૂર્વના વિસ્તારો પાણીમય બની ગયા છે. ઓમનગર ક્રોસિંગ પાસે ડ્રેનેજ લાઈન ઉભરાતા દુષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે, તંત્રને ફરિયાદ કરતા અધિકારીઓ ફોન ઉપાડતા ન હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ઉભરાયા હોવાનું સામે આવ્યું છે. અત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે તકલીફ પડી રહી છે.
ચોમાસાની ઋતુ ન હોવા છતાં શહેરીજનોને આવનજાવન માટે મુશ્કેલી પડી રહી છે. ડ્રેનેજ ઉભરાતા તેનું દુષિત પાણી જાહેરમાર્ગો પર ફરી વળ્યા છે. શહેરના ઓમનગર ક્રોસિંગ પાસે ડ્રેનેજ લાઈન ઉભરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કેટલીય વખત ફોન કરવામાં આવી રહ્યા છે, પરંતુ અધિકારીઓ ફોન ન ઉપાડતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. એએમસી ઊંઘતુ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના
આ પણ વાંચોઃ રાજકોટમાં 3 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં પડતાં મોત, CCTV ફૂટેજ સામે આવ્યા
