દિલ્હી વિધાનસભા ચૂંટણી જંગમાં આપ – કોંગ્રેસ – ભાજપ વચ્ચે જોવા મળશે 39 – 40 – 40 નો શાબ્દિક મુકાબલો, ત્રણેય પક્ષનાં સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાને પ્રચારમાં. દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં ત્રણેય મુખ્ય પક્ષો દ્વારા પોતાનાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને આ યાદી ઇલેક્શન કમિશનને સુપરત કરી દેવામાં આવી છે.
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ બુધવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં બોલિવૂડ સ્ટાર સન્ની દેઓલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી શામેલ છે. ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં મોદી સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ના મહામંત્રી (સંગઠન) બી.સી. એલ. સંતોષ શામેલ છે.
दिल्ली विधानसभा चुनाव- 2020 में भाजपा के स्टार प्रचारक#BJPWinningDelhi pic.twitter.com/MV4t1KwP6b
— BJP Delhi (@BJP4Delhi) January 22, 2020
કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની યાદી
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બુધવારે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત નવજોત સિંહ સિદ્ધુ અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા “ખામોશ” શત્રુધ્ન સિંહાનુંં નામ પણ શામેલ છે.
Congress has released list of party's star campaigners for #DelhiElections2020. Punjab CM Capt Amarinder Singh, Shashi Tharoor, Navjot Singh Sidhu, Shatrughan Sinha also in the list, besides interim president Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra&ex-PM Manmohan Singh. pic.twitter.com/IWylv7OvUu
— ANI (@ANI) January 22, 2020
કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ, શશી થરૂરનાં નામ પણ શામેલ છે. તેમાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવત, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિંદર સિંહ હૂડા, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલટ, રણદીપસિંહ સુરજેવાલા, ઉદિત રાજ અને રાગિની નાયક પણ શામેલ છે.
આમ આદમી પાર્ટીનાં સ્ટાર પ્રચારકોની યાદી
આમ આદમી પાર્ટી (AAP) એ પણ આજે પોતાના ચૂંટણી માટેનાં સ્ટાર પ્રચારકોની યાદી ભારતના ચૂંટણી પંચ (ECI) ને સુપરત કરી દીધી છે. આ યાદીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, આપ નેતા આતિશી માર્લેના અને વિશાલ દાદલાની (સંગીત નિર્દેશક) ના નામ શામેલ છે. જોકે આપની આ યાદીમાં ભાજપ અને કોગ્રેસની જેમ 40 સ્ટાર પ્રચારકો નહીં પરંતુ તેનાથી એક પ્રચાર ઓછા તેમ 39 સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં પ્રચાર અર્થે ઉતારવામં આવશે.
Aam Aadmi Party (AAP) submitted its list of star campaigners to the Election Commission of India (ECI) today. The list includes names of Delhi CM Arvind Kejriwal, Deputy CM Manish Sisodia, AAP leader Atishi Marlena and Vishal Dadlani (music director). pic.twitter.com/NGbEjGxgXq
— ANI (@ANI) January 22, 2020
ક્યારે છે દિલ્હીની ચૂંટણી
અમને જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 22 જાન્યુઆરીએ થશે. આ સિવાય ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે જેમાંથી 58 સામાન્ય કેટેગરીમાં છે જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
