Not Set/ અમદાવાદ/ પથ્થરમારાનાં કેસમાં એક મહિનાથી જેલમાં બંદ કાઉન્સિલર શહેઝાદ પઠાણનાં અંશતઃજામીન મંજૂર

અમદાવાદનાં શાહ આલમમાં CAA મામલે અપવામાં આવેલા બંદ દરમિયાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં છેલ્લા 1 મહિનાથી સેન્ટ્રલ જેલમાં બંદ દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પર સેસન્સ કોર્ટે દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણનાં અંશતઃ જામીન મંજૂર કર્યા છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં સતત બે વાર શહેઝાદ ખાન ગેરહાજર […]

Ahmedabad Gujarat

અમદાવાદનાં શાહ આલમમાં CAA મામલે અપવામાં આવેલા બંદ દરમિયાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં છેલ્લા 1 મહિનાથી સેન્ટ્રલ જેલમાં બંદ દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પર સેસન્સ કોર્ટે દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણનાં અંશતઃ જામીન મંજૂર કર્યા છે.

કોર્પોરેશનની સામાન્ય સભામાં સતત બે વાર શહેઝાદ ખાન ગેરહાજર રહ્યો હતો. જેથી કોર્પોરેશનના નિયમો એવા છે કે, કોઈ કાઉન્સિલર સતત ત્રણ વાર જો સભામાં ગેરહાજર રહે તો તેનું સભ્ય પદ જોખમમાં આવી શકે છે.

આગામી ૨૯મી જાન્યુઆરીએ કોર્પોરેશનની સભા હોવાથી, જો શહેઝાદ ખાન માટે ત્રીજી અને અંતિમ સભામાં હાજરી ની ફરજીયાત જરૂર હોય, કોર્ટ દ્વારા તે કારણસર શહેઝાદ ખાનને  જામીન અરજી આપવામાં આવ્યા છે.  સેસન્સ કોર્ટ દ્વારા શહેઝાદ ખાનનાં પાંચ કલાક માટે અંશતઃ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જેથી આગામી 29મી જાન્યુઆરીએ શહેઝાદ ખાનને પાંચ કલાક માટે સેન્ટ્રલ જેલમાંથી મુક્તિ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.