IPL 2022/ મેચમાં આડી ઉતરી કાળી બિલાડી, અને ટ્રોલ થયા વિરાટ કોહલી

IPL 2022માં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 54 રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલીએ 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. તે કાગિસો રબાડાના બોલ પર કેચ આઉટ થયો હતો.

Top Stories Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સીઝનમાં ત્રણ વખત ‘ગોલ્ડન ડક’ માટે આઉટ થયેલા વિરાટ કોહલીની હાલત ખરાબ થવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે પણ પંજાબ કિંગ્સ સામે સારી શરૂઆત હોવા છતાં, તે માત્ર 20 રન બનાવી શક્યો હતો. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 54 રને હારનો સામનો કરવો પડ્યો હતો.  મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. આરસીબીની ઇનિંગ્સ શરૂ થઈ હતી જ્યારે એક કાળી બિલાડી સાઇટ સ્ક્રીન પર બેઠી હતી. આ બધું ઇનિંગની પહેલી જ ઓવરમાં થયું, જ્યારે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ક્રિઝ પર હતા.

કાળી બિલાડીને લઈને ચાહકો કોહલીને ટ્રોલ કરી રહ્યા છે

બસ આ દરમિયાન ક્યાંકથી એક કાળી બિલાડી આવી અને સાઈટ સ્ક્રીનની સામે જ બેસી ગઈ. તેને જોઈને ડુ પ્લેસિસ સંપૂર્ણપણે દંગ રહી ગયો. બિલાડી થોડીવાર સ્ક્રીનની સામે આરામથી બેઠી, જેના કારણે રમત બંધ થઈ ગઈ. બિલાડી થોડીવાર બાદ ત્યાંથી જતી રહી, ત્યારબાદ રમત શરૂ થઈ શકી. તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આ દરમિયાન ફેન્સ કોહલીને લઈને ટ્રોલ કરવા લાગ્યા હતા.

 

કોહલીના ખરાબ ફોર્મનું કારણ આ કાળી બિલાડી છે

એક યુઝરે લખ્યું કે, ‘ડિયર કોહલી, જો તમારે ખરાબ નજરથી બચવું હોય તો ટ્વિટર પર વર્કઆઉટના ફોટો-વિડિયો શેર કરવાનું બંધ કરો અથવા આ કાળી બિલાડીને અપનાવો.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘બ્લેક બિલાડી કાળો જાદુ કરી રહી છે’. આ સાથે અન્ય એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે આ કાળી બિલાડી વિરાટ કોહલીના ખરાબ ફોર્મનું કારણ છે. આજે તે સાબિત પણ થયું છે.

 

મેચમાં પંજાબની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 209 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ 29 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. મધ્યમાં લિયામ લિવિંગસ્ટોને 42 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ ઇનિંગ માટે બેયરસ્ટોને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જવાબમાં બેંગ્લોરની ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી અને 54 રનથી મેચ હારી ગઈ. ગ્લેન મેક્સવેલે 35 અને રજત પાટીદારે 26 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી સહિત અન્ય તમામ ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા.