National News/ ભારત દેશના ભાગલા માટે નેહરુ-ગાંધી પરિવાર ગદ્દાર અને દેશદ્રોહી, ભાજપ સાંસદના આકરા પ્રહાર

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ (Nishikant Dubey ) 3 જૂન 1947 ના માઉન્ટબેટન પ્લાનની વરસી પર જવાહરલાલ નેહરુ અને ગાંધી પરિવાર પર દેશદ્રોહ અને ભાગલા માટે જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. વાંચો સંપૂર્ણ વિગત.

NATIONAL Top Stories India
Nishikant Dubey

Nishikant Dubey on Nehru Gandhi Family:  ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ઝારખંડના ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ અખંડ ભારતના ભાગલાને લઈને કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવાર પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. 3 જૂન 1947 ના રોજ ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા દેશના વિભાજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેને ઇતિહાસમાં ‘માઉન્ટબેટન પ્લાન’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઐતિહાસિક દિવસની વરસી પર નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દેશના ભાગલા માટે જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસના નેતૃત્વને સીધા જવાબદાર ઠેરવ્યા છે.

‘ઇતિહાસની સૌથી શરમજનક ઘટનાઓમાં સામેલ’: Nishikant Dubey

સાંસદ નિશિકાંત દુબેએ(Nishikant Dubey) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક લાંબી પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નજરકેદ (આઇસોલેટ) રાખીને દેશના વિભાજનનો સ્વીકાર કર્યો હતો. તેમણે લખ્યું કે, “આજના જ દિવસે 3 જૂન 1947 ના રોજ માઉન્ટબેટને દિલ્હીમાં બે અલગ દેશો ભારત અને પાકિસ્તાન બનાવવાની જાહેરાત કરી હતી. નેહરુજીની અય્યાશીની ઇમારત પર કરવામાં આવેલી આ જાહેરાત, વિશ્વના ઇતિહાસની સૌથી શરમજનક અને દર્દનાક ઘટનાઓમાં સામેલ છે.”

Nishikant Dubey

માઉન્ટબેટન પ્લાન અને કાશ્મીર વિવાદ પર મોટા દાવા

નિશિકાંત દુબેએ(Nishikant Dubey) ભારત દેશના ભાગલા પાછળની વાર્તા અને ઇતિહાસને લઈને કેટલાક ચોંકાવનારા દાવા અને તસવીરો પણ શેર કરી છે:

શિમલા મીટિંગનો દાવો: તેમના જણાવ્યા મુજબ, દેશના વિભાજનનો પાયો 10 થી 12 મે દરમિયાન શિમલામાં લેડી માઉન્ટબેટન સાથે નેહરુજીએ પ્રેમમાં આંધળા થઈને નાખ્યો હતો. તેમણે આ દાવાના સમર્થનમાં કેટલીક જૂની તસવીરો પણ પોસ્ટ કરી છે.

કાશ્મીર સમસ્યાની શરૂઆત: ભાજપ સાંસદે ઉમેર્યું કે આ જાહેરાતના કારણે જ ભારતમાં કાશ્મીરની ભયાનક સમસ્યાની શરૂઆત થઈ. માઉન્ટબેટને નેહરુ અને ઝીણા વચ્ચેની સમજૂતીમાં કાશ્મીરને અલગ રાખ્યું, જે નબળી નીતિના કારણે ભારત આજે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

શું હતો 3 જૂન 1947 નો માઉન્ટબેટન પ્લાન?

માઉન્ટબેટન પ્લાન એ બ્રિટિશ શાસનમાંથી ભારતની આઝાદી અને દેશના ભાગલાનો આખરી બ્લુપ્રિન્ટ (નકશો) હતો.

આ યોજનાની જાહેરાત 3 જૂન 1947 ના રોજ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ લુઇસ માઉન્ટબેટને કરી હતી.

આ પ્લાન અંતર્ગત બ્રિટિશ ભારતને બે સ્વતંત્ર સાર્વભૌમ દેશો – ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત કરવાનો પ્રસ્તાવ સ્વીકારાયો હતો.

આ જ જાહેરાતના આધારે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને સત્તા હસ્તાંતરણ (આઝાદી) કરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ જળ કરાર મુદ્દે પણ ઘેરી ચૂક્યા છે

નિશિકાંત દુબે(Nishikant Dubey) સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી કોંગ્રેસને ઘેરવાની એક પણ તક છોડતા નથી. ગયા મહિને 30 મેના રોજ પણ તેમણે બાંગ્લાદેશ સાથેના પાણીની વહેંચણીના એમઓયુ (MoU) ને લઈને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયોમાં ભારતના ખેડૂતો અને સરહદી રાજ્યોના હિતોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી.


આ પણ વાંચો: ‘UPS માં U એટલે મોદી સરકારનો યુ-ટર્ન’, નવી પેન્શન યોજના પર કોંગ્રેસે કર્યો પ્રહાર

આ પણ વાંચો:UP કોંગ્રેસ અધ્યક્ષની મોટી જાહેરાત, અમેઠીથી સ્મૃતિ ઈરાનીને પડકારશે ફેંકશે રાહુલ ગાંધી

આ પણ વાંચો:UP કોંગ્રેસને સુપ્રીમમાંથી કોઈ રાહત નહીં,ઈન્દિરા-રાજીવ ગાંધી યુગ સાથે જોડાયેલો મામલો