French Open 2023/ નોવાક જોકોવિચની શાનદાર રમત, પેરુના જુઆન પાબ્લોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

પેરિસમાં રમાઈ રહેલી ફ્રેન્ચ ઓપન 2023માં શાનદાર મેચોનો તબક્કો ચાલુ છે. સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે પણ શાનદાર પ્રદર્શન કરીને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે

Top Stories Sports

પેરિસમાં રમાઈ રહેલી ફ્રેન્ચ ઓપન 2023માં શાનદાર મેચોનો તબક્કો ચાલુ છે. સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે પણ શાનદાર પ્રદર્શન કરીને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે. જોકોવિચે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પેરુના જુઆન પાબ્લો વેરિલાસને સીધા સેટમાં 6-3, 6-2, 6-2થી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 1 કલાક 57 મિનિટ સુધી ચાલી હતી.

 

 

 

 

જો જોવામાં આવે તો ફિલિપ ચેટ્રિઅર કોર્ટ પર રમાયેલી આ મેચમાં નોવાક જોકોવિચનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. જોકોવિચે 6 વખત જુઆન પાબ્લો વેરિલાસની સર્વિસ તોડી હતી જ્યારે વેરિલાસ માત્ર એક જ વખત સર્બિયન ખેલાડીની સર્વિસ તોડી શક્યો હતો.હવે જોકોવિચનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં 11મી ક્રમાંકિત રશિયન ખેલાડી કારેન ખાચાનોવ સામે થશે. ખાચાનોવે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈટાલીના લોરેન્ઝો સોનેગોને 1-6, 6-4, 7-6, 6-1થી હરાવ્યો હતો. સોનેગોએ તે મેચમાં પ્રથમ સેટ જીત્યો હતો, જો કે તેણે ફરીથી તેની ગતિ ગુમાવી દીધી હતી