ડંકી ફ્લાઈટ/ જમૈકામાં ફરી ફ્રાન્સ જેવી ઘટના, પુરાવા ન મળતાં ફ્લાઇટ રવાના

આ ફ્લાઈટમાં 150થી વધુ ગુજરાતી અને પંજાબી મુસાફરો ગેરકાયદે અમેરિકા જતા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. દિલ્હી કેન્દ્રીય એજન્સી કે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ આ અંગે કોઈ………..

Top Stories Gujarat

Ahmedabad News: ફ્રાન્સના વીટ્રી એરપોર્ટ પરથી ડિસેમ્બર 2023માં ગેરકાયદે અમેરિકા જતાં 303 મુસાફરોને ભરેલી ફ્લાઈટ ઝડપાઈ હતી. એવું જ ફરીથી જમૈકા એરપોર્ટ પરથી 6 દિવસ પહેલા 253 મુસાફરો ભરેલી કબૂતરબાજોની ફ્લાઈટ ઝડપાઈ છે. તમામ ડોક્યુમેન્ટસની તપાસ કરતા કોઈ પુરાવા ન મળતાં ફ્લાઈટને રવાના કરી દેવાઈ છે.

આ ફ્લાઈટમાં 150થી વધુ ગુજરાતી અને પંજાબી મુસાફરો ગેરકાયદે અમેરિકા જતા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. દિલ્હી કેન્દ્રીય એજન્સી કે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ આ અંગે કોઈ ઘટસ્ફોટ કર્યો નથી. સૂત્રો મુજબ જમૈકા એરપોર્ટ પર પકડાયેલી ફ્લાઈટના તાર પણ ફ્રાન્સના વીટ્રી એરપોર્ટ પર પકડાયેલી ફ્લાઈટના સૂત્રધારો સાથે સંકળાયેલા છે અને મહેસાણામાં શંકરપુરા ગામના 5 પેસેન્જરો હોવાનો દાવો કરાયો છે.

સૂત્રો મુજબ 2જી મેના રોજ જમૈકાના કેપિટલ સીટી કિંગસ્ટનમાં નોર્મન મેન્લી એરપોર્ટ પર ટેકનિકલ કામ માટે રોકાયેલી ફ્લાઈટ અંગે શંકા જતા ઓથોરિટીએ ચેક કરી હતી. જોકે, તમામ પેસેન્જર્સને હોટેલમાં ઉતારી રાખવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટ્સ ચેક કરાતાં ફ્લાઈટમાં 150થી વધુ ગુજરાતી અને પંજાબી મુસાફરો છે, જેમાંના 5 મહેસાણામાં શંકરપુરા ગામના હોવાની વાત વહેતી થઈ રહી છે. ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું છે કે, તમામ ડોક્યુમેન્ટસની તપાસ કરતા કોઈ પુરાવા ન મળતાં ફ્લાઈટને રવાના કરી દેવાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં રોગચાળાએ મચાવ્યો કહેર

આ પણ વાંચો:અમદાવાદમાં ઠગાઇ કેસમાં દંપતિને 25 વર્ષે સજા

આ પણ વાંચો:જાણો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રિ – મોન્સૂન એક્ટિવિટી…

આ પણ વાંચો:અમદાવાદમાં રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાન ખુલ્લી મૂકાશે