રાજકોટ/ નોન ક્રિમીલીયરની જરૂરીયાત વધતી હોવાથી બહુમાળીમાં બે દિવસ કામગીરી 12 કલાક સુધી ચાલશે

લોકોના હિત માટે એક હકારાત્મક વલણ અપનાવામાં આવ્યું છે. જેથી કરી હોવી બહુમાળીખાતે સવારે ૧૦ વાગ્યા થી રાતના ૧૦ વાગ્યા સુધી નોન ક્રિમિલયર પ્રક્રિયા કરવામાં આવશે

Gujarat Rajkot
Untitled 9 નોન ક્રિમીલીયરની જરૂરીયાત વધતી હોવાથી બહુમાળીમાં બે દિવસ કામગીરી 12 કલાક સુધી ચાલશે

રાજયમાં  દિવાળીના વેકેશન બાદ આવતી અનેક સરકારી ભરતીઓ અને શાળા-કોલેજો માટે નોન ક્રિમીલીયરની જરૂરીયાત વધી રહી છે.  જેમને  લઈને દિવાળી ની રજાઓમાં કામ  બંધ રહેવાથી લોકોને  મુશ્કેલીનો  સામનો કરવો પડે નહિ . તે માટે લોકોમાં  છેલ્લા  5 દિવસ થી  રાજકોટ બહુમાળી ભવન ખાતે વિદ્યાર્થી અને લોકોનો ભારેઘસારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો ;બિહાર / PM મોદીની રેલીમાં બ્લાસ્ટનાં મામલે કોર્ટે 4 આરોપીઓને સંભળાવી ફાંસીની સજા

જેથી કરીને બહુમાળી વિભાગમાં નાયબ નિયામક વિકસીત જાતી અધિકારી એમ.એમ. પંડયા દ્વારા દિવાળી પહેલાના બે દિવસ સુધી નોન ક્રિમીલયરની કામગીરી સવારે 10 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યાસુધી ચાલુ રહેશે. લોકોના હિતને ધ્યાનમાં રાખી એમ.એમ.પંડયાએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે તોહાલ રોજ 350 થી પણ વધુ નોન ક્રિમીયલર નિકળતા હોય તો હવે સમય મર્યાદા વધારવાથી રોજ 450 જેટલા નોન ક્રિમીલયર નિકળી શકશે.

આ પણ વાંચો ;Political / PDP નાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તી એકવાર ફરી નજરકેદ

બહુમાળી ભવનમાં નોન ક્રિમિલયર કઢાવવા મકતે લાંબી કતારો જોવા મળો રહી છે. રોજ ૪૦૦ જેટલા લોકો નોન ક્રિમિલયર સહિતની કામગીરી કરવા માટે બહુમાળી વિભાગમાં આવી રહ્યા છે. ટી બહુમાળી ભવન ખાતે પણ હવે રજાઓ પહેલા જ બાર કલાક સુધી કામગીરી ચાલુ રાખવાનો સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અધિકારી એમ.એમ. પંડ્યા દ્વારા જાતે જ આ નિર્ણય લઈ લોકોના હિત માટે એક હકારાત્મક વલણ અપનાવામાં આવ્યું છે. જેથી કરી હોવી બહુમાળીખાતે સવારે ૧૦ વાગ્યા થી રાતના ૧૦ વાગ્યા સુધી નોન ક્રિમિલયર પ્રક્રિયા કરવામાં આવશે. જેથી હોવી રોજના ૫૦૦ જેટલા લોકોના સર્ટિફિકેટ નીકળશે.