એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં મનીષ સિસોદિયા સહિત 15 લોકો સામે એફઆઈઆર નોંધી છે. સીબીઆઈએ આ મામલે દિલ્હીમાં સિસોદિયાના નિવાસસ્થાન સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ED દ્વારા મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવા પર આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, “આ તો થવાનું જ હતું. તેઓ મનીષ જીને ધમકી આપીને ગયા હતા કે જો તેઓ ભાજપમાં નહીં આવે તો EDનો કેસ પણ કરવામાં આવશે અને તમે જેલમાં પણ જશે. મનીષ સિસોદિયા જેલમાં જવા તૈયાર છે, પણ નમવા તૈયાર નથી.
આ કેસમાં સીબીઆઈએ આઠ લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. સીબીઆઈના દરોડા પછી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે આ તેમની વિરુદ્ધ ખોટો કેસ છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, ‘આ બધા ખોટા કેસ છે. હું એક પ્રામાણિક માણસ છું. હકીકતમાં હું અરવિંદ કેજરીવાલની ટીમ સાથે છું તેથી આ બધું કરવામાં આવી રહ્યું છે. તેમનો ટાર્ગેટ અરવિંદ કેજરીવાલ છે.
નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ પણ ભાજપને લઈને સનસનીખેજ દાવો કર્યો હતો. “તેમને ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો તે આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોડાશે, તો તમામ બાબતો બંધ થઈ જશે. મનીષ સિસોદિયાના આ દાવાને નકારી કાઢ્યો છે અને તેમને પુરાવા રજૂ કરવા કહ્યું છે.
મનીષ સિસોદિયાએ પણ આ મામલે તેમની વહેલી ધરપકડની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, સત્યેન્દ્ર જૈન પહેલાથી જ જેલમાં છે. મારી પણ 2-3 દિવસમાં ધરપકડ કરવામાં આવશે. આ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ રોકવાનું ષડયંત્ર છે. બીજેપી આ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે, ત્યારે AAPએ કેન્દ્ર સરકાર પર રાજકીય બદલાની ભાવના સાથે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.