Dhanteras/ 50,000 કરોડનો કારોબાર, બજારમાં રિટેલરોને ‘ધનતેરસ’

રિટેલરોને લાંબા સમય પછી આ વખતે ધમધમતી દિવાળી જોવા મળે તેવી આશા બંધાઈ છે. આશા કેમ ન બંધાય, ધનતેરસ નિમિત્તે બજારો ધમધમતા થતાં રિટેલરોને 50,000 કરોડની આવક થઈ હોવાનો અંદાજ છે.

Top Stories India
YouTube Thumbnail 2023 11 11T155401.108 50,000 કરોડનો કારોબાર, બજારમાં રિટેલરોને ‘ધનતેરસ’

નવી દિલ્હીઃ રિટેલરોને લાંબા સમય પછી આ વખતે ધમધમતી દિવાળી જોવા મળે તેવી આશા બંધાઈ છે. આશા કેમ ન બંધાય, ધનતેરસ નિમિત્તે બજારો ધમધમતા થતાં રિટેલરોને 50,000 કરોડની આવક થઈ હોવાનો અંદાજ છે.

એકલા દિલ્હીમાં જ પાંચ હજાર કરોડની ખરીદી અને વેચાણ થયું છે. હવે દેશના પાંચ મહાનગરો ગણીએ તો લગભગ પાંચ મહાનગરોનો કારોબાર જ ધનતેરસે 15,000 કરોડથી 20,000 કરોડની વચ્ચે થયો હોવાનો અંદાજ છે. આમ ગયા વર્ષના લગભગ 34,000થી 36,000 કરોડના કારોબારની તુલનાએ આ વર્ષે 50,000 કરોડથી વધારે રકમનો કારોબાર રિટેલરોનો થયો હોવાનો અંદાજ છે.

લોકો સોના-ચાંદી, વાહનો, ઇલેટ્ર્કોનિક્સ, વાસણો અને અન્ય ઉત્પાદનોને ખરીદવા રીતસરના તૂટી પડ્યા હતા. રિટેલરોના સંગઠનના મહાસચિવે જણાવ્યું હતું કે આ વખતની ધનતેરસ રિટેલરો માટે રીતસરની ધનતેરસ હતી. ગયા વર્ષની તુલનાએ 43 ટકા વધારે વેચાણ થયું છે.

ધનતેરસ પર કુલ વેચાણમાં વાહનોનો હિસ્સો 5,000 કરોડ હોવાનું મનાય છે. જ્યારે ત્રણ હજાર કરોડથી વધુ રકમની ઇલેક્ટ્રોનિક્સ પ્રોડ્કટ્સ વેચાઈ હોવાનું કહેવાય છે. આ સિવાય એક હજાર કરોડના વાસણો વેચાયા છે તો પૂજાની વસ્તુઓ લગભગ 300 કરોડ રૂપિયાની વેચાઈ હોવાનું કહેવાય છે. કેટલાકનો દાવો છે કે લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ, માટીના દીવા, સુશોભનની વસ્તુઓ વગેરેનું વેચાણ પણ ગયા વર્ષની તુલનાએ સારું રહેતા 100 કરોડને વટાવી ગયું હોવાનું મનાય છે.

ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખે જણાવ્યું હતું કે દેશભરમાં કુલ ચાર લાખ નાના મોટા ઝવેરીઓ છે. તેમાથી 1.85 લાખ ઝવેરીઓ બીઆઇએસમાં નોંધાયેલા છે. 2.25 લાખ નાના શહેરોમાં છે. ધનતેરસે કુલ 41 ટન સોનું અને 400 ટન ચાંદીના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ થયું હતું.


આ પણ વાંચોઃ Chikungunya Vaccine/  આવી ગઈ ચિકનગુનિયાની પ્રથમ રસી, જાણો ક્યારે, કોને અને કેવી રીતે આપવામાં આવશે

આ પણ વાંચોઃ Delhi/ ભારત-અમેરિકા વચ્ચેની મંત્રણામાં મામલો સ્પષ્ટ, હવે કેનેડાની અકળ નીકળી જશે

આ પણ વાંચોઃ Iceland Earthquake/ આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા, રાજ્ય કટોકટી લાદવામાં આવી