Not Set/ ઉન્નાવ દુષ્કર્મ : પીડિતાને 25 લાખ ચૂકવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ મામલે સીબીઆઈ અધિકારીઓને આજે બપોરના 12 વાગ્યે રજુ થવા અને અને અત્યાર સુધીમાં  કરવામાં આવેલ તપાસની માહિતી વિશે માહિતી આપવાની સૂચના આપી હતી.એ સિવાય સુપ્રિમ કોર્ટે ઉન્નાવ રેપ મામલે સંકળાયેલા તમામ ચાર કેસ ઉત્તર પ્રદેશની બહાર ટ્રાન્સફર કરવા નિર્દેશો આપ્યા હતા. સુપ્રિમ કોર્ટે સીબીઆઇના જવાબદાર અધિકારીઓને બોલાવીને પીડીતાને થયેલા માર્ગ અકસ્માત […]

Top Stories India
arjnnn 7 ઉન્નાવ દુષ્કર્મ : પીડિતાને 25 લાખ ચૂકવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

દિલ્હી,

સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ મામલે સીબીઆઈ અધિકારીઓને આજે બપોરના 12 વાગ્યે રજુ થવા અને અને અત્યાર સુધીમાં  કરવામાં આવેલ તપાસની માહિતી વિશે માહિતી આપવાની સૂચના આપી હતી.એ સિવાય સુપ્રિમ કોર્ટે ઉન્નાવ રેપ મામલે સંકળાયેલા તમામ ચાર કેસ ઉત્તર પ્રદેશની બહાર ટ્રાન્સફર કરવા નિર્દેશો આપ્યા હતા.

સુપ્રિમ કોર્ટે સીબીઆઇના જવાબદાર અધિકારીઓને બોલાવીને પીડીતાને થયેલા માર્ગ અકસ્માત કેસ અંગેની માહિતી માંગી છે.. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ કેસની પરિસ્થિતિ વિશેની સંપૂર્ણ વિગતો માંગી હતી.

ઉન્નાવ રેપકાંડમાં આજે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કડક થઇ આદેશ આપતાં કહ્યું હતું કે પીડીતાને તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે.પીડીતા સિવાય તેની માતા, ચાર ભાઇ-બહેનો,કાકા સહિત તેના વકિલને પણ સુરક્ષા આપવાના આદેશો સુપ્રિમ કોર્ટે કર્યા હતા.

સુપ્રિમ કોર્ટે ઉન્નાવ રેપ કેસને દિલ્હીના ડેઝીગ્નેટેડ જજ સમક્ષ રોજે રોજ ચલાવી 45 દિવસમાં કેસને પુરો કરવાના  નિર્દેશો પણ કર્યા હતા.સુપ્રિમ કોર્ટે વચગાળાના વળતર તરીકે પીડીતાને 25 લાખ રૂપિયા ચુકવવા ઉત્તર પ્રદેશની સરકારને આદેશો કર્યા હતા.

ચીફ જસ્ટિસે સોલિસિટિટર જનરલને રેપ અને માર્ગ અકસ્માતના સંબંધમાં સીબીઆઈના નિર્દેશક સાથે વાતચીત કરવા માટે પણ જણાવ્યું હતું.

ઉન્નાવ રેપ પીડીતાએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખીને પોતાને ન્યાય આપવાની માંગણી કરી છે.આ પત્રને ચીફ જસ્ટીસે ગંભીરતાથી લઇને સીબીઆઇના અધિકારીઓને અને સોલિસીટર જનરલને ઝડપથી રિપોર્ટ આપવા જણાવ્યું છે. અદાલતે કહ્યું કે આ મામલાની સુનવણી ઉત્તર પ્રદેશ ઉન્નાવથી બહાર કરશે.

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનો પત્ર મોડાથી મળવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. બુધવારે સીજેઆઈ રંજન ગોગોઈની ખંડપીઠે આ મામલા પર ધ્યાન આપ્યું હતું અને ટોચની કોર્ટના સોલીસીટર જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો કે આ પત્ર કેમ અમારી પહોંચમાં વિલંબ કર્યો? ન્યાયાધીશ ગોગોઇએ રજિસ્ટ્રારને પૂછ્યું કે 12 જુલાઈએ લખાયેલ પત્ર કેમ તેમને મંગળવારે બપોર સુધી રજૂ કરવામાં આવ્યો નથી.