સુરેન્દ્રનગર/ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક 2000 બેડો ઉભા કરાયા, અને 1500 બેડમાં ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવી

આગામી 3 જાન્યુઆરીથી સુરેન્દ્રનગર જિલ્લાના 80000થી વધુ બાળકોને પણ વેકસીન આપવાની તૈયારીઓ સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રએ શરૂ કરી છે.

Gujarat
Untitled 3 7 આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક 2000 બેડો ઉભા કરાયા, અને 1500 બેડમાં ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય તંત્ર આ બાબતે પૂરતા પ્રમાણમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની રસી 24 લાખ લોકોને આપવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં 3 જાન્યુઆરીથી સુરેન્દ્રનગર જિલ્લામાં 15 થી 18 વર્ષના કિશોર-કિશોરીઓને પણ કોરોનાની રસી આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત સુરેન્દ્રનગર આરોગ્યતંત્ર કરે છે. અને આ બાબતે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના નવા વેરીએન્ટ સામે લડવા સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઉછાળો આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ફરી એક વખત સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેને લઇને સમગ્ર પંથકના લોકોમાં ફફડાટ ફરી એક વખત વ્યાપી જવા પામ્યો છે. બીજી તરફ એક સપ્તાહમાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 5 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે. જેને લઇને એક તરફ લોકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધતા જતા કોરોનાના કેસના મામલે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં સરકારી હોસ્પિટલમાં 2000થી વધુ નવી બેડોની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં 1500 બેડોમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેવા સંજોગોમાં અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર આરોગ્યતંત્રએ 24 લાખ લોકોને કોરોનાની વેકસીન આપી દીધી છે.

ત્યારે બીજી તરફ હવે આગામી 3 જાન્યુઆરીથી સુરેન્દ્રનગર જિલ્લાના 80000થી વધુ બાળકોને પણ વેકસીન આપવાની તૈયારીઓ સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રએ શરૂ કરી છે. એવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર આ મામલે સજ્જ બન્યું છે. અને કોરોનાની ત્રીજી લહેર સામે અડીખમ રીતે લોકોની સેવામાં ઉભું થયું છે.ત્યારે કોરોના મામલે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર ફરી એક વખત એક એક્સનમાં આવ્યું હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. ત્યારે આગામી 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને પણ કોરોનાની રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને આ બાબતે ગામડે ગામડે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રની ટીમ કામે લાગી છે.