બોટાદ/ સાળંગપુરમાં કષ્ટભંજનદેવને હિમાલયની ઝાંખીનો શણગાર કરાયો

કષ્ટભંજન દેવ તરીકે ઓળખાતા સાળંગપુરના હનુમાનજી મંદિરમાં દર શનિવારે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવે છે.

Gujarat
Untitled 31 5 સાળંગપુરમાં કષ્ટભંજનદેવને હિમાલયની ઝાંખીનો શણગાર કરાયો

  ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિર જ્યાં દેશવિદેશથી હરીભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ કહેવાય છે કે, શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જ્યાં સાળંગપુર મંદિરે રોજ ખુબજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે. હનુમાનજી મદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.

આ  પણ  વાંચો:Election / 5 State Assembly Elections Date Live Update : ECની પ્રેસ કોન્ફરન્સ શરૂ

કષ્ટભંજન દેવ તરીકે ઓળખાતા સાળંગપુરના હનુમાનજી મંદિરમાં દર શનિવારે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવે છે. ક્યારેક ડાયમંડના વાઘાનો શણગાર તો ક્યારેક, તો ક્યારેક ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવે છે ત્યારે આજ રોજ તેમણે હિમાલયની ઝાંખીનો શણગાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સાવધાન! / વડોદરામાં ઓમિક્રોનનાં વધુ 5 નવા કેસ નોંધાયા, કતરથી પરત ફરી મહિલા મળી આવી પોઝિટિવ

સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરી હિમાલયના દર્શન કરાવવામાં આવ્યા હતા. આપણે તસ્વીરોમાં જોઈ શકીએ છીએ કે હનુમાજીને હિમાલયની ઝાંખીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.