જુનાગઢ/ ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત,  મહાઆરતી, શાહી સ્નાન અને ત્યારબાદ યોજાશે શાહી રવાડી

ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત,  મહાઆરતી, શાહી સ્નાન, અને શાહી રવાડી

Gujarat Others Trending
ક૨ 16 ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત,  મહાઆરતી, શાહી સ્નાન અને ત્યારબાદ યોજાશે શાહી રવાડી

જુનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુઓ મેળાનું મુખ્ય આકર્ષણ છે. જેમાં શિવરાત્રી ની મધ્ય રાત્રીએ ત્રણેય અખાડાઓ ના ભગવાન ની રવાડી ભવનાથ ક્ષેત્ર માં ફરે છે.  આ વખતે કિન્નરો ને પણ પ્રથમ વખત જોડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રી ના 12 વાગે ભવનાથ મંદિર માં આવેલા મૃગી કુંડમાં ત્રણેય અખાડા ના સાધુ અને નાગા સાધુઓ શાહી સ્નાન કરે છે. ત્યાર બાદ મેળાની પુર્નાવૃતી થાય છે.

ક૨ 17 ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત,  મહાઆરતી, શાહી સ્નાન અને ત્યારબાદ યોજાશે શાહી રવાડી

શાહી સ્નાન એ અખાડાઓ ની પરંપરા છે અને એનું અતિ મહત્વ છે. જેમાં સાધુ સંતો પોતાના કર્મો, યોગ ક્રિયા, અને ધ્યાન શક્તિ નું સમાજ ની સામે પ્રદર્શન કરે છે. શાહી સ્નાન વર્ષ માં એક વખત જ શિવરાત્રી ની મધ્ય રાત્રીએ થાય છે. કહેવાય છે કે શિવજી અને 84 સિદ્ધો પણ સાધુ સ્વરૂપે શાહી સ્નાન કરે છે. જેથી લાખો શ્રદ્ધાળુઓ તેમના દર્શન માટે ઉમટી પડે છે. શાહી સ્નાન ના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવાર થી જ પોતાની જગ્યા રોકી બેસી જાય છે અને શાહી સ્નાન ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ક૨ 18 ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત,  મહાઆરતી, શાહી સ્નાન અને ત્યારબાદ યોજાશે શાહી રવાડી

હુંકાર / મમતાએ કહ્યું- હું પણ ચંડી પાઠ કરું છું, ચૂંટણી પછી જોઇશ કે જીભમાં કેટલું જોર છે

જુનાગઢ ભવનાથ તળેટી માં અતિ પોરાણિક એવો મહા શિવરાત્રી નો મેળો યોજાય છે ત્યારે અતિ પ્રાચીન એવા ભવનાથ મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલું છે. ત્યારે શિવરાત્રી ને દિવસે ભવનાથ મંદિર માં શિવજી ની પૂજા નું અનેરું મહત્વ હોય છે. દિવસ માં ત્રણ વાર શિવજી ને જુદા જુદા શૃંગાર કરી શણગારવા માં આવે છે. અને સવાર થીજ મૃત્યુંજય મહાદેવ ના મંત્રો જપ સાથે જ પૂજા અને અભિષેક અલગ અલગ દ્રવ્યો થી કરવા માં આવે છે. શિવરાત્રી ની મધ્ય રાત્રીએ ભવનાથ મહાદેવ ની નાગાસાધુઓ પૂજા કરી મહા આરતી કરે છે.આ વર્ષે કોરોના ની મહામારી ને લય આમ જનતા માટે મેળા માં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે ત્યારે પણ શ્રદ્ધા ના પ્રતીક રૂપ આ મેળો એટલોજ ઉત્સાહ થી સાધુ સંતો અને અખાડા ના સ્વયમ સેવકો દ્વારા મનાવાઇ રહ્યો છે.

ક૨ 19 ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત,  મહાઆરતી, શાહી સ્નાન અને ત્યારબાદ યોજાશે શાહી રવાડી

શિવરાત્રી ના મેળા નું મુખ્ય આકર્ષણ નાગા સાધુ ઓ હોય છે જેને દિગમ્બર સાધુ પણ કહેવામાં આવે છે. પોતાની વાસનાઓ ને પોતાના કાબૂ માં કરવાની શકતી ઓ આ સાધુઓ ધરાવતા હોય છે. આદિ અનાદી કાળ થી સંક્રચર્યો એ આ નાગાસાધુ ઓ ની ફોજ ત્યાર કરેલી છે. આર્મી ની જેમ આ સાધુ ની પણ ફોજ હોય છે. જરૂર પડ્યે દેશ માટે બલિદાન આપ્યું છે અને હજુ પણ ભારત દેશ અને હિન્દુ સંસ્કૃતિ.ને જીવિત રાખવા માટે હર હમેશા અગ્રેસર હોય છે. પોતાની ઇન્દ્રી ઓ ને વશ માં રાખવા માટે તેઓ ચરશ અને ગાંજા નું સેવન કરતા હોય છે. શિવરાત્રી ના દિવસે હજારો ની સંખ્યા માં આ નાગા સાધુ ઓ ઉમટી પડે છે ત્યારે તેમાં કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન શિવ પણ તે સાધુ ઓ નો વેશ ધરી ને આવે છે તેવી પણ લોકો ની શ્રદ્ધા છે.

ડબલ મર્ડર કેસ / ફર્નિચરવાળાએ કરી હતી અમદાવાદના વૃદ્ધ દંપતીની હત્યા, આ રીતે ઘરમાં ઘુસ્યા હતા, તમે પણ ચેતી જજો