Not Set/ ભાજપના ચાણક્યએ ભરી હુંકાર, કહ્યું, “પાર્ટીનો સંદેશો સાચો હોય કે ખોટો, પણ તે જનતા સુધી પહોચવો જોઈએ”

કોટા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું એક નિવેદન સામે આવ્યું છે તેને લઈ અનેક અટકળો સામે આવી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ તે સંદેશો જનતા સુધી પહોચાડી શકીએ છીએ, જે એક રીતે ખાટો હોય કે મીઠ્ઠો કે સાચો ખોટો”. હકીકતમાં ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહે આ નિવેદન રાજસ્થાનના કોટમાં એક સભામાં પાર્ટીના […]

Top Stories India Trending
amit shah ભાજપના ચાણક્યએ ભરી હુંકાર, કહ્યું, "પાર્ટીનો સંદેશો સાચો હોય કે ખોટો, પણ તે જનતા સુધી પહોચવો જોઈએ"

કોટા,

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું એક નિવેદન સામે આવ્યું છે તેને લઈ અનેક અટકળો સામે આવી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ તે સંદેશો જનતા સુધી પહોચાડી શકીએ છીએ, જે એક રીતે ખાટો હોય કે મીઠ્ઠો કે સાચો ખોટો”.

હકીકતમાં ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહે આ નિવેદન રાજસ્થાનના કોટમાં એક સભામાં પાર્ટીના કાર્યકતાઓ, સોશિયલ મીડિયાની ટીમને સંબોધતા કહ્યું હતું.

તેઓએ આ દરમિયાન કહ્યું, “તેઓનું સોશિયલ મીડિયા સંગઠન એટલું મજબુત છે કે, તેઓ જે વિચારે એ પ્રકારનો સંદેશો લોકો સુધી પહોચાડી શકે છે”.

અમિત શાહે જણાવ્યું, “ઉત્તરપ્રદેશમાં તેઓ પાસે ૩૨ લાખ લોકોનું વોટ્સએપ ગ્રુપ છે. જેમાં કોઈ પણ માહિતીને નીચેથી ઉપર અને ઉપરથી નીચે કરી શકાય છે. તેઓએ એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે, યુપીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીના કાર્યકર્તાએ એક સંદેશો પોસ્ટ કર્યો હતો કે, અખિલેશ યાદવે તેઓના પિતા મુલાયમ સિંહ યાદવને થપ્પડ મારી છે”.

ત્યારબાદ મને કોલ આવ્યા લાગ્યા અને કહેવા લાગ્યા કે, તેઓની પાર્ટીથી લઇ જનતા સુધી આ વાત ફેલાઈ હતી કે, જે પોતાના પિતાના થઇ શકતા નથી તેઓ અમારા કેવી રીતે થશે ?

જો કે આ નિવેદન બાદ અમિત શાહે કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, “આપણે આ પ્રકારે ખોટા સંદેશ ફેલાવવાના નથી. આ ખોટું છે”.

તેઓએ સોશિયલ મીડિયા અંગે કહ્યું હતું કે, દેશભરમાં સોશિયલ મીડિયા ચૂંટણીનું વાતાવરણ બદલવાની ક્ષમતા રાખે છે. પરંતુ જો તેઓ બધા એકસાથે આવીને લડશે તો ચૂંટણી જીતવી આશાન થઇ જશે”.