અમરેલી/ ગુંદરણ ગામે વીજળી પડતાં ખેતરમાં કામ કરતી મહિલાનું મોત

લીલીયાના ગુંદરણ ગામમાં વિજળી પડતા મહિલાનું મોત નીપજ્યું છે. બાબરા વિસ્તારમાં એક ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા

Gujarat Others
A 177 ગુંદરણ ગામે વીજળી પડતાં ખેતરમાં કામ કરતી મહિલાનું મોત

અમરેલીમાં ગઈકાલે સવા બે ઈંચ વરસાદ બાદ આજે પણ વરસાદી માહૌલ જામ્યો હતો અને જિલ્લાના બાબરામાં સાંજે એક ઈંચ વરસાદથી હરખની લાગણી જન્મી હતી. જ્યારે હનુમાન ખીજડીયા, મોરવાડા સહિત વિસ્તારમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે લાઠીના અકાળા, શાખપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છ. ત્યારે આવામાં લીલીયાના ગુંદરણ ગામમાં વિજળી પડતા મહિલાનું મોત નીપજ્યું છે. બાબરા વિસ્તારમાં એક ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા અને ઉભા પાકને લાંબા સમયે જળ મળતા જીવતદાન મળ્યું હતું.

આ પણ વાંચો :મુખ્યમંત્રી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી – દર્શન કરશે

જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં માતમ પણ છવાયો છે. ગુંદરણ ગામમાં વીજળી પડી પડતાં 42 વર્ષીય વિમળાબેન અમરસિંગ્ભાઈ ચુડાસમા નું મોત થયું છે.

આ પણ વાંચો :રાજકોટમાં આવતીકાલે ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ, ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસી આપવામાં આવશે

લાંબા સમય બાદ વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે 2 દિવસથી આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા અતિ ભારે વરસાદ 24 કલાક દરમિયાન પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે વધુ વરસાદ પડે તો ખેડૂતોના પાક પર ખૂબ મોટો ફાયદો થશે.

આ પણ વાંચો :હવે મિનિટોમાં પહોંચી શકાશે ભરૂચથી અંકલેશ્વર,12 જુલાઈએ નર્મદામૈયા બ્રિજનું કરાશે લોકાર્પણ

આ પણ વાંચો :પંચમહાલના કાલોલમાં હિંસા ભડકી, અનેક ટીયરગેસના સેલ છોડાયા, અજંપા ભરી પરિસ્થતિ