જો દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવે છે, તો તેના માટે ફક્તને ફક્ત સામાન્ય લોકો જ જવાબદાર રહેશે. બીજી લહેરથી આપણે કેટલી મુશ્કેલી બાદ હજુ બહાર આવ્યા છીએ અને એકવાર ફરી લોકોએ બીજી લહેર પહેલા જે ભૂલો કરી હતી તેનુ પુનરાવર્તન શરૂ કરી દીધુ છે. જેનુ તાજુ ઉદાહરણ ગુજરાતમાં જોવા મળ્યા છે.
ચીનની નવી ચાલ / ડ્રેગન જીનેટિક એન્જિનિયરિંગથી સૈનિકોને વધુ મજબૂત બનાવી રહ્યું છે, અમેરિકા પણ ચિંતિત
આજે અમે તમને એવુ દ્રશ્યો બતાવીશું, જેમાં સામાન્ય નાગરિકો કોરોના ગાઇડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે છે, તો તેના માટે આપણા સિવાય બીજું કોઈ જવાબદાર રહેશે નહીં. કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં, દેશમાં હંગામો મચી ગયો હતો. દેશમાં રસીકરણ ઝુંબેશ અને લોકડાઉન કરીને સરકારે કોઈક રીતે કોરોના પર કાબુ મેળવ્યો હતો. હવે સરકારે નિયમો હળવા કરી દીધા છે, આ સાથે જ દેશનાં સામાન્ય લોકો ફરી એકવાર બેકાબૂ બન્યા છે અને કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન શરૂ કર્યું છે.
Alert! / શક્તિશાળી સૌર તોફાન ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે, રવિવારે ગમે તે સમયે ટકરાવાની સંભાવના
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેર સૌથી પ્રભાવિત શહેરોમાં આગળ રહ્યુ હતુ. અહી બીજી લહેર દરમ્યાન જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે જોઇને આજે પણ લોકોનાં રૂંવાટા ઉભા થઇ જાય છે. પરંતુ શહેરનાં લોકો જાણે કે તે સમયે ભૂલી જ ગયા છે, અને જે ભૂલ બીજી લહેર પહેલા કરી હતી, તેવી જ ભૂલ તેઓ હાલમાં કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં ડભનાળા સર્કલથી નજીક રિવરફ્રન્ટ સાઇડ પર ગાર્ડનમાં મ્યુઝિકલ ફાઉન્ટેન છે, જ્યા માતા-પિતા બાળકોને લઇને મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેટલુ જ નહી અહી કોરોનાની ગાઇડલાઇનનું પૂરી રીતે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. બાળકો અહી ફાઉન્ટેન સાઇડ જોડે જોડે રમતા જોવા મળી રહ્યા છે. તો વળી તેમના માતા-પિતા પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર રાજ્યમાં શાંત થઇ ગઇ છે. ત્યારે હવે દૈનિક કેસો સતત ઓછા નોંધાઇ રહ્યા છે. તાજેતરમાં કોરોનાનાં ઓછા કેસને જોતા સામાન્ય નાગરિકો તે ભૂલી જ ગયા છે કે આ સમયમાં પોતાના પરિવારને સાચવવાની જરૂર છે, પરંતુ દ્રશ્યો પૂરા દેશમાંથી તેનાથી વિપરીત જ સામે આવી રહ્યા છે.