મંતવ્ય વિશેષ/ ઇઝરાયલે પોતાને હમાસની જાળમાં ફસાતા બચાવ્યું

7 ઓક્ટોબરની સવારે હમાસના ઓચિંતા હુમલાથી આખું ઇઝરાયલ ચોંકી ગયું હતું. બપોર સુધીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયલ સંરક્ષણ દળોના મુખ્યાલયમાંથી એક વીડિયો નિવેદન જારી કર્યું.

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail 2023 11 01T191049.814 ઇઝરાયલે પોતાને હમાસની જાળમાં ફસાતા બચાવ્યું
  • 4 દિવસથી ગાઝા પર જમીન સ્તરે હુમલો થઈ રહ્યો છે
  • ઇઝરાયલની નવી યોજના શું છે?

આગામી 5 દિવસમાં ઇઝરાયલે ગાઝા બોર્ડર પર હથિયારો, દારૂગોળો અને ટેન્ક સાથે લગભગ 1 લાખ સૈનિકો તહેનાત કર્યા. 12 ઓક્ટોબરે તેણે ગાઝા પર ગ્રાઉન્ડ એટેકની ધમકી આપી હતી. ત્યારે ખાંસ અહેવાલ માં જાણીએ હમાસને ઘેરી લેવા માટે ઇઝરાયલની નવી યોજના શું છે,નેતન્યાહુએ કહ્યું, ‘ઇઝરાયલના નાગરિકો! યુદ્ધ શરૂ થઈ ગયું છે. હું મોટી સંખ્યામાં રિઝર્વ સૈનિકોને એકત્ર કરી રહ્યો છું. અમે એટલા મોટા પાયે અને તીવ્રતાથી વળતો હુમલો કરીશું, જેની દુશ્મનોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.’

આગામી 5 દિવસમાં ઇઝરાયલે ગાઝા બોર્ડર પર હથિયારો, દારૂગોળો અને ટેન્ક સાથે લગભગ 1 લાખ સૈનિકો તહેનાત કર્યા. 12 ઓક્ટોબરે તેણે ગાઝા પર ગ્રાઉન્ડ એટેકની ધમકી આપી હતી. 13 ઓક્ટોબરના રોજ IDFએ પેલેસ્ટિનિયનોને ઉત્તર ગાઝા ખાલી કરવા અને દક્ષિણ તરફ શિફ્ટ થવા કહ્યું.

આ સમગ્ર કવાયત દ્વારા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે હમાસને નષ્ટ કરવા માટે ઇઝરાયલ ગાઝા પર મોટે પાયે જમીન સ્તરે હુમલો કરશે. યુદ્ધ શરૂ થયાનાં ત્રણ અઠવાડિયાં બાદ ઇઝરાયલની યોજના બદલાઈ ગઈ છે. ફુલ સ્કેલ ગ્રાઉન્ડ વોરને બદલે ઇઝરાયલી આર્મી રાત્રે નાના-નાના ટુકડાઓમાં સ્પેશિયલ ઓપરેશન ચલાવી રહી છે.

નિષ્ણાતો માને છે કે હમાસે ગણતરીપૂર્વકનું જોખમ લીધું હતું. 7 ઓક્ટોબરે હુમલા સમયે હમાસને ખબર હતી કે ઇઝરાયલ આક્રમક રીતે વળતો હુમલો કરશે. ઇઝરાયલનું ઓપરેશન બેથી ચાર અઠવાડિયાં ચાલશે. હમાસે આટલો સામાન ભેગો કર્યો હતો. હમાસને આશા હતી કે આ દિવસોમાં યુદ્ધવિરામ થઈ જશે. ઇઝરાયલ પણ આ જાળમાં ફસાઈ જવાનું હતું.

ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટના કહેવા પ્રમાણે, હમાસે અમારા માટે જબરદસ્ત જાળ વણી લીધી હતી. તે જાણતો હતો કે અમારા પર હુમલો કર્યા પછી અમે બદલો લઈશું. આમાં ગાઝાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તો નુકસાન થશે જ, પરંતુ હજારો લોકોનાં મોત પણ થશે. આવું થયું છે અને અત્યારસુધીમાં ઇઝરાયલના હુમલામાં 7 હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. જ્યારે નાગરિકો મૃત્યુ પામે છે, ત્યારે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું દબાણ વધશે અને અમને યુદ્ધવિરામ માટે બોલાવવાની ફરજ પડશે.

નફ્તાલી બેનેટ કહે છે કે હમાસને અંદાજ હતો કે આ યુદ્ધ વધુમાં વધુ એક મહિનો ચાલશે. તેમણે પહેલાંથી જ ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો આટલા જ દિવસો અથવા થોડા વધુ દિવસો માટે સ્ટોક કરી લીધો છે. આપણે જાણીએ છીએ કે આજે નહીં તો કાલે આ બધી સંચિત વસ્તુઓનો અંત આવશે.

નફ્તાલીના જણાવ્યા અનુસાર, જ્યારે ઇંધણ સમાપ્ત થઈ જશે, ત્યારે જનરેટર વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરશે અને એના કારણે તેમની ટનલ અને બંકરમાં અંધારું થશે. તાજી હવાની વ્યવસ્થા બંધ થઈ જશે. જ્યારે આ બધું બંધ થશે ત્યારે હમાસના નેતાઓ અને આતંકીઓએ બહાર આવવું પડશે અને અમે હમાસનો સફાયો કરીશું. હવે જોવાનું એ રહે છે કે આ અભિયાન બે-ચાર મહિના ચાલે છે કે આખું વર્ષ.

ઇઝરાયલના આર્મી ઓફિસરો દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યૂ દર્શાવે છે કે ઇઝરાયલ આર્મીનો હેતુ આજે પણ એ જ છે, જેવો પહેલાં હતો. તે ગાઝામાંથી હમાસની મૂળભૂત આર્મી સ્ટ્રક્ચર અને ખાસ કરીને હમાસની કરોડરજ્જુ સમાન હજારથી વધુ ટનલના નેટવર્કને નષ્ટ કરવા માગે છે.

ઇઝરાયલની સેના સારી રીતે જાણે છે કે હમાસ પાસે મોટી માત્રામાં ઇંધણ અને ખાદ્યપદાર્થો છે, જે તેણે પોતાનાં બંકરો કે ટનલમાં છુપાવી રાખ્યાં છે. જમીનથી ઉપરના નાગરિકોની સ્થિતિ ગમે તે હોય, હમાસના આતંકવાદીઓ આ ટનલોમાં સુરક્ષિત છે. જ્યાં સુધી હમાસનો પુરવઠો ખતમ નહીં થાય ત્યાં સુધી તેના લોકો બહાર નહીં આવે.

હમાસ સાથેની સીધી લડાઈમાં ઇઝરાયલ માટે સૌથી મોટો અવરોધ ગાઝાના સામાન્ય લોકો છે. મિન્ટના અહેવાલ અનુસાર, ઇઝરાયલી આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાઝાના લોકોએ 27 ઓક્ટોબરે થયેલા બોમ્બધડાકા પર નારાજગી વ્યક્ત કરી છે અને એને અત્યારસુધીની સૌથી ખરાબ રાત ગણાવી છે.

તેની યોજનાના ભાગ રૂપે, ઇઝરાયલી સેનાએ 13 ઓક્ટોબરે જ ઉત્તરી ગાઝાના 10 લાખ લોકોને આ સ્થાન છોડીને દક્ષિણ તરફ જવા માટે કહ્યું હતું. ઇઝરાયલ દાવો કરી રહ્યું છે કે બે તૃતીયાંશ વસતિએ તેમનું પાલન કર્યું છે અને તેઓ તેમનાં ઘર છોડીને દક્ષિણ તરફ ચાલ્યા ગયા છે. આમ છતાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ઊભા છે. આ એ વિસ્તાર છે, જ્યાં ઇઝરાયલની સેના કબજાની ઝુંબેશ ચલાવી રહી છે.

ઇઝરાયલે ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય સપ્લાય પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, એક અઠવાડિયામાં માત્ર 84 ટ્રક ખાદ્ય, પાણી અને દવાઓ ગાઝા પહોંચી શક્યાં છે, જ્યારે દરરોજ આવી 100 ટ્રકની જરૂર છે. ઇઝરાયલે ગાઝાને ઈંધણ આપવાની મનાઈ કરી દીધી છે અને અન્ય દેશોમાંથી સપ્લાયની પણ મંજૂરી નથી આપી રહ્યું.

IDF અનુસાર, હમાસનું અંડરગ્રાઉન્ડ હેડક્વાર્ટર ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ શિફા હોસ્પિટલની નીચે છે. ઓપરેટિંગ થિયેટર અને હોસ્પિટલના અન્ય ભાગોને વીજળી સપ્લાય કરતા જનરેટર ગાઝા હેડક્વાર્ટર અને અન્ય બંકરની વેન્ટિલેશન સિસ્ટમ અને કોમ્યુનિકેશન નેટવર્કને પણ વીજળી આપે છે. તેઓ કહે છે કે આ જ કારણ છે કે અમે ઇંધણની સપ્લાય પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ, જ્યારે હમાસનું કહેવું છે કે હોસ્પિટલની નીચે તેની કોઈ ઓફિસ નથી.

ગાઝાના સ્થાનિક લોકો માટે ઈંધણની અછત સૌથી મોટી સમસ્યા છે. ગાઝાનો એકમાત્ર પાવર પ્લાન્ટ 11 ઓક્ટોબરથી બંધ છે, જેના કારણે વીજળીનો પુરવઠો બંધ છે. ભરચક હોસ્પિટલો સંપૂર્ણપણે જનરેટર પર આધારિત છે. કેટલીક બેકરીઓમાં બળતણ હોય છે, જેમાંથી તેઓ બ્રેડ બનાવીને વેચે છે. આ બેકરીઓ પર લાંબી કતારો જોવા મળે છે.

ઇઝરાયલના રાજકારણીઓ પણ આગ્રહ કરી રહ્યા છે કે હમાસ 7 ઓક્ટોબરથી બંધક બનાવવામાં આવેલા 220થી વધુ લોકોને મુક્ત ન કરે ત્યાં સુધી આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાય પર પ્રતિબંધ રહેશે. 220 બંધકમાં ઇઝરાયલ ઉપરાંત 41 દેશના નાગરિકો પણ છે. 41માંથી પણ એક ક્વાર્ટર થાઈલેન્ડના છે.

27 ઓક્ટોબરની રાત્રે ઇઝરાયલે જોરદાર બોમ્બમારો કર્યો. ત્યારથી ગાઝાના મોબાઈલ નેટવર્કે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ બોમ્બધડાકાના એક દિવસ પછી ઇઝરાયલી સેનાએ તેનું અત્યારસુધીનું સૌથી નાનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે અમે ગ્રાઉન્ડ ઓપરેશનને વિસ્તારી રહ્યા છીએ.જ્યારે બીજા દિવસે 28 ઓક્ટોબરે સૂરજ ઊગ્યો ત્યારે ખબર પડી કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) ઉત્તર ગાઝાના બીટ હનુન અને 45 કિમી લાંબી ગાઝાપટ્ટીના સાંકડા કેન્દ્ર બિંદુથી દાખલ થઈ છે. એમાં સૈનિકો, અનેક ડઝન ટેન્કો અને સશસ્ત્ર વાહનોનો સમાવેશ થતો હતો. થોડા સમય પછી IDFએ ગાઝાની સરહદ પર તેની અસ્થાયી જગ્યાઓ બનાવી. આ અત્યારસુધીની યુદ્ધનીતિથી સાવ અલગ હતી.

છેલ્લી કેટલીક રાતોથી ઇઝરાયલની સેના ગાઝાપટ્ટીમાં ઘૂસી જતી હતી અને સવારે પરત ફરતી હતી. હમાસને ભ્રમિત કરવા માટે આ એક પ્રકારનું નાટક હતું. હંમેશની જેમ, 27 ઓક્ટોબરના રોજ ઇઝરાયલી સૈન્ય ગાઝામાં પ્રવેશ્યું, પરંતુ સવારે સરહદ પર પાછા ફર્યા નહીં.ઇઝરાયલની સેના સૌથી પહેલા ઉત્તર ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર ગાઝામાં તેના સમગ્ર નેટવર્કને નષ્ટ કર્યા પછી જ હમાસ દક્ષિણ તરફ આગળ વધશે.


whatsapp ad White Font big size 2 4 ઇઝરાયલે પોતાને હમાસની જાળમાં ફસાતા બચાવ્યું


આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા