Election/ રાજકીય વિશ્લેષણ : “એક દેશ એક ચૂંટણી” વિચાર ઉચ્ચત્તમ પણ શક્યતા કેટલી…?

૧૯૫૨થી ૧૯૬૭ સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે જ યોજાતી હતી : લોકસભા અને વિધાનસભા માટે અલગ કલરના મતપત્રકો રાખવામાં આવતા, પરંતુ ૧૯૬૭ બાદ ચિત્ર બદલાયું…

Top Stories Mantavya Vishesh

૧૯૫૨થી ૧૯૬૭ સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે જ યોજાતી હતી : લોકસભા અને વિધાનસભા માટે અલગ કલરના મતપત્રકો રાખવામાં આવતા, પરંતુ ૧૯૬૭ બાદ ચિત્ર બદલાયું…

@ વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક હિંમત ઠક્કરની કલમથી…

કેવડીયા ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુના સાનિધ્યમાં ભારતની વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ મળી, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પણ હાજરી આપી સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરી બંધારણને લગતી બીજી ઘણી વાતો કરી, પરંતુ સાથો સાથ પોતાનો વર્ષોથી ચાલતો ચર્ચામાં મુકાયેલો “વન નેશન વન ઈલેક્શન” “એક દેશ એક ચુંટણી”નું સુચન કરી આ અંગે મનોમંથન કરવા અને જરૂરી સુચનો કરવા અપીલ કરી હતી.

વન નેશન વન ઈલેક્શનનો વડાપ્રધાનનો ખ્યાલ એવો છે કે, રાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી… વડાપ્રધાનના આ સુચનનો વિશ્લેષકોએ એવો પણ અર્થ કર્યો છે કે, ગ્રામ પંચાયતથી સંસદ સુધીની તમામ ચૂંટણી એક સાથે થવી જાેઈએ. જેથી એક જ ખર્ચમાં બધી ચૂંટણી પૂર્ણ થાય અને લોકો એક જ ચૂંટણીમાં પોતાના ગ્રામ્ય સ્તરના તાલુકા સ્તરના, વોર્ડ સ્તરના અને ધારાસભ્ય અને સંસદ સભ્યને ચૂંટી શકે. આ પ્રકારની ચૂંટણી વ્યવસ્થાની વાત શબ્દમાં સારી લાગે છે. ઘણાને ગમી પણ છે. પરંતુ તમામ સ્તરની ચૂંટણી એક સાથે થઈ શકે તેમ છે ખરી ? આ મોટો પ્રશ્ન છે.

ગ્રામ્ય અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતની વાત બાજુએ રાખીએ. પરંતુ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે યોજવાની વાત અંગે પહેલા મંથન કરીએ….

લોકસભાનું ગઠન અને વહેલુ વિસર્જન અને ફરી ચૂંટણી

૧૯૫૨થી ૧૯૬૭ સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે જ યોજાતી હતી. બેલેટ મતપત્રકો વાળી આ ચૂંટણીમાં લોકસભા અને વિધાનસભા માટે અલગ કલરના મતપત્રકો રાખવામાં આવતા હતા. પરંતુ ૧૯૬૭ બાદ ચિત્ર બદલાયું પક્ષપલટાના દુષણનાં પગપેસારાના કારણે રાજય વિધાનસભાઓના વહેલા વિસર્જનો થવાની નોબત આવી ગઈ હતી. અધુરામાં પુરૂ હોય તેમ ૧૯૭૭માં જે સત્તા પરિવર્તન થયું અને દેશમાં પ્રથમ બીનકોંગ્રેસી સરકાર સત્તાપર આવી તેણે એક સાથે ૧૦ રાજ્યોની વિધાનસભાનું વિસર્જન કર્યું. ત્રણ વર્ષના ગાળા બાદ કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને કોંગ્રેસ ફરી સત્તા પર આવી અને ત્યારે ફરીવાર વિધાનસભાઓના વિસર્જનની નોબત આવી. ૧૯૭૫થી ૧૯૯૦ દરમિયાન ઘણા રાજ્યોની વિધાનસભાઓનું આંદોલનના કારણે વિસર્જન કરવું પડ્યું હતું.

POLITICAL / રાજકીય વિશ્લેષણ/ બાગી અને માનીતાઓને સાચવવાનો હોદ્દો એટલે નાય…

ગુજરાતમાં ૧૯૭૨માં ચૂટાયેલી વિધાનસભાને નવનિર્માણ આંદોલનના પગલે ૧૯૭૫માં વિખેરી કાઢી, ત્રણ વર્ષમાં જ ફરી ચૂંટણી યોજવી પડી હતી.  લોકસભાની ચૂંટણી ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં ભલે પાંચ વર્ષના અંતરે યોજાઈ હોય. પરંતુ ૧૯૭૧માં મધ્યસત્ર ચૂંટણી આવી ત્યારબાદ તેમાં પણ પાંચ વર્ષની મુદત ઘણા કિસ્સામાં પૂરી થઈ નથી. ૧૯૭૧ બાદ ૧૯૭૭માં તો મોડી ચૂંટણી યોજાઈ. ૧૯૮૦માં ફરી લોકસભાનું વિસર્જન થતાં મધ્યસત્ર ચૂંટણીની નોબત આવી. ત્યારબાદ પણ ૧૯૮૫ના બદલે ૧૯૫૪માં લોકસભાની ચૂંટણી યોજવી પડી. જાેકે ૧૯૮૪માં રચાયેલી લોકસભા પૂરા પાંચ વર્ષ ચાલી ૧૯૮૯માં સમયસર ચૂંટણી યોજાઈ. પરંતુ ત્યારબાદ સત્તાપલ્ટા અને અસ્થિર રાજકીય સ્થિતિ વચ્ચે બે જ વર્ષમાં એટલે કે ૧૯૯૧માં ચૂંટણી યોજવી પડી.

૧૯૯૧માં રચાયેલી સરકાર અને લોકસભા પૂરા પાંચ વર્ષ ચાલી. અને ૧૯૯૬બાદ ગઠબંધનનો યુગ શરૂ થયો. ૧૯૯૬થી ૧૯૯૮ સુધીમાં ત્રણ વડાપ્રધાનોના ટુંકા શાસન બાદ ૧૯૯૮માં ફરી લોકસભાનું વિસર્જન અને મધ્યસત્ર ચૂંટણીની નોબત આવી. ૧૯૯૮માં ચૂંટાયેલી લોકસભામાં પણ ચાલું સરકારની માત્ર ૧ મતે ફ્લોર ટેસ્ટમાં લોકસભામાં હાર થતા લોકસભાનું વિસર્જન થયું. એક વર્ષના ટુંકા ગાળામાં એટલે કે ૧૯૯૯માં ફરી ચૂંટણી યોજવાનો વારો આવ્યો. ૧૯૯૯ બાદ ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪માં રચાયેલી લોકસભા પૂરા પાંચ વર્ષ ટકી અને છેલ્લે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાઈ.

Election / રાજકીય વિશ્લેષણ/તમિલનાડુમાં મોટા રાષ્ટ્રીય પક્ષોને અસ્તિત્વ …

જે રીતે લોકસભામાં પાંચ વર્ષ કરતા ઓછો સમયમાં ફરી ચૂંટણી યોજવાના દાખલા છે તેવી રીતે અત્યારે ૩૩ને વટાવી ચૂકેલા દેશના રાજ્યોમાં પણ વહેલી ચૂંટણી એટલે કે મધ્યસત્ર ચૂંટણીઓ વહેલી યોજવાના દાખલા છે. બીજા બધા રાજ્યોની વાત નથી કરવી.

ગુજરાત વિધાનસભાનું ગઠન અને વહેલુ વિસર્જન અને ફરી ચૂંટણી

આપણા ગુજરાતની વાત કરીએ, તો ૧૯૬૦માં રચાયેલી ગુજરાતમાં ૧૯૬૨માં વિધાનસભાની પ્રથમ ચૂંટણી યોજાઈ. ત્યારબાદ ૧૯૬૭ અને ૧૯૭૨માં પાંચ વર્ષનો ક્રમ જળવાયો. ૧૯૭૫માં ઉપર જણાવી ગયા તે પ્રમાણે ( ૧૯૭૫માં કટોકટી લદાઈ તે પહેલા) ફરી ચૂંટણી યોજવી પડી. ત્યારબાદ ૧૯૮૦ અને ૧૯૮૫માં ભલે તે વખતે રચાયેલી સરકારોએ પાંચ વર્ષ પુરા કર્યા કે નહિ તે પ્રશ્ન છે, પણ વિધાનસભાએ પાંચ વર્ષ ચોક્કસ પૂરા કર્યા હતા. ૧૯૯૦માં અને રચાયેલી વિધાનસભા દરમિયાન ગુજરાતમાં ભલે એક વખત સરકાર અને બે વર્ષ ગઠબંધન બદલાયા પણ મુદત પુરી થઈ.

પરંતુ ત્યારબાદ ૧૯૯૫ની ચૂંટણીમાં સ્થિર સરકાર મળી. પણ તરત મુખ્યમંત્રી બદલાયા અને ૧૯૯૮માં ફરીવાર ચૂંટણી યોજવાનો વારો પણ આવ્યો. ૧૯૯૮માં રચાયેલી વિધાનસભાની મુદત ૨૦૦૩માં પૂરી થાય, પરંતુ ગોધરાકાંડ અને તેના પગલે ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો બાદ ૨૦૦૨માં એટલે કે ૬ માસ વહેલી ચૂંટણી યોજવાનો વારો આવ્યો, ત્યારબાદ અત્યાર સુધી બધુ નિયમિત ચાલે છે.

rape / કેમિકલ કાસ્ટરેશન એટલે શું..? શું આ દવાનો ડર બળાત્કારીના ઈરાદ…

અનેક વિધાનસભાની કાતો મુદ્દત વધારવી પડે કા તો વિસર્જીત કરવી પડે

હવે બીજા મુદ્દા પર જઈએ, તો ૨૦૧૯માં રચાયેલી લોકસભાની મુદત ૨૦૨૪માં પુરી થશે. આની સાથે માત્ર ત્રણ વિધાનસભાઓની ચૂંટણી હતી. લોકસભાની ચૂંટણી પહેલાના ત્રણ વર્ષમાં ગુજરાત સહિત ૭ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ રાજ્યોમાં દેશનું સૌથી મોટું રાજ્ય યુપી આવી જાય છે. ગુજરાતમાં વિધાનસભાની મુદત ૨૦૨૨માં પુરી થાય છે, તો બાકીના રાજ્યોની મુદત ૨૦૨૩માં પૂર્ણ થાય છે.
આ સિવાય બિહારની ચૂંટણી ૨૦૨૦ના ઓક્ટોબર – નવેમ્બરમાં યોજાઈ ગઈ છે. તેની મુદત હવે ૨૦૨૫માં ઓક્ટોબરમાં પૂર્ણ થશે. પશ્ચિમ બંગાળ – આસામ – તમિલનાડુ – કેરળ અને પાૈંડીચેરી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભલે તારીખ જાહેર ન થઈ હોય પરંતુ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પ્રચારના પડઘમ વાગી ચુક્યા છે. બીજા ત્રણ રાજ્યોમાં ૨૦૨૧માં મુદત પૂરી થાય છે.

મહિલા અધિકાર / વિશ્વનો પહેલો એવો દેશ કે જે મહિલાઓને આપી રહ્યું છે પીરીયડ પ્…

મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં ૨૦૧૯ બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણી થઈ છે. ટુંકમાં ૨૦૨૪ના એપ્રિલ માસમાં લોકસભાની ચૂંટણી આવે. તે સમયગાળામાં બીજી ચૂંટણી ઓ પણ છે અને કેટલીક વિધાનસભાઓની મુદત ૨૦૨૪ના એપ્રિલ બાદ પણ પૂર્ણ થશે. આ સંજોગોમાં જો ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી સાથે દેશની તમામ વિધાનસભાઓની ચૂંટણી યોજવી હોય, તો કેટલાક રાજ્યોની વિધાનસભાઓનું વહેલું વિસર્જન કરવું પડે અને જેની મુદત ૨૦૨૪ પહેલા પૂરી થાય છે. જ્યારે જે રાજ્યોમાં ૨૦૨૪ એપ્રિલ બાદ મુદત પૂરી થાય છે, ત્યાં આજ પગલું ભરવું પડે. ૨૦૨૨, ૨૦૨૩માં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, તેમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડે અને વિધાનસભાઓનું વિસર્જન કરવું પડે અથવા તો જે તે વિધાનસભાઓની મુદત પણ વધારવી પડે અને આ માટે બંધારણમાં વધુ એક સુધારો કરવો પડે. આ બધા માટે સંસદમાં તો બહુમતી છે જ પણ રાજ્યસભા અને સંબંધીત વિધઆનસભાઓમાં ફરી રાજકીય ખેલ ખેલવા પડે.

ફરી એક વખત સંવિધાનમાં ફેરફાર કરવો પડે

આ સંજાેગોમાં જેટલી વાતો થાય છે તેટલું આ કામ સહેલું નથી. સાથે જ એ પણ કહી શકાય કે, અઘરું છે, પરંતુ અશક્ય પણ નથી. તમામ રાજકીય પક્ષોની સંમતિથી આદિશામાં આગળ વધી શકાય છે. ૨૦૨૪માં એક સાથે ચૂંટણી માટે પહેલા તો ૨૦૨૧નાં મે માસમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે અને વિધાનસભાની મુદત પૂરી થાય છે, ત્યાં ચૂંટણી મોકુફ રાખી મુદત વધારવી પડે અથવા રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ વિચારવો પડે. ત્યારબાદ ૨૦૨૧ના છેલ્લા ત્રણ માસમાં જ્યાં ચૂંટણી છે. તેના માટે પગલા ભરવા પડે જો કે વન નેશન વન ઈલેક્શન માટે વહેલી કવાયત શરૂ થાય તો જ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે યોજી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…