ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને માટે સરકારી ચેનલ મારફત શિક્ષણ આપવાનો નિર્ણય,જે વાલીઓએ પોતાની પરિસ્થિતિ અંગે અગાઉથી જાણ કરી છે તેમને મુક્તિ
રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ નિર્ણય જાહેર કર્યો છે કે જે વાલીઓએ હજી સુધી તેમના બાળકોની ફી ભરી નથી તે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય 10 ડિસેમ્બર પછી બંધ કરવામાં આવશે. ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને કોરોનાકાળે ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી ત્યારે ખાનાગી શાળા સંચાલક મંડળે ફી નહિ તો શિક્ષણ નહીંનો અમલ કરવાનું તેમજ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનું ઓનલાઇન પ્રશિક્ષણ આપવાનું બંધ કરાવનું નક્કી કર્યું છે.
Rajkot Fire Case: દેર આયે દુરસ્ત આયે, રાજકોટની શિવાનંદ હોસ્પિટલની આગ બાદ મનપા …
આ મામલે ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે પ્રેસ કોન્ફરન્સ યોજી અને સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વાલીઓ ફી ભરવા મુદ્દે કોઇપણ પ્રકારનો જવાબ આપી રહ્યા નથી. જેથી આજરોજ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રેસકોન્ફરન્સના માધ્યમથી આ અંગે સત્તાવાર જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી 10 ડિસેમ્બર પછી ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે.જો કે જે વાલુ હોય અગાઉથી જાણ કરી છે તે વાલીઓને આ નિર્ણયમાંથી મુક્તિ આપવામાં આવશે.
Election / રાજકીય વિશ્લેષણ : “એક દેશ એક ચૂંટણી” વિચાર ઉચ્ચત્તમ,પણ શક્યતા કેટલી…?
ખાનગી શાળાઓને સર્વાઈવલનો પ્રશ્ન થતો હોવાના કારણે આ નિર્ણય કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ દ્વારા નિર્ણય માં મોટા ભાગની સ્કૂલો તેમની સાથે જોડાઈ રહી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જે વાલીઓએ તેમના બાળકોની હજુ સુધી ન ભરી હોય તેમને આ સંતાનોને સરકારી ચેનલ મારફતે ભણાવવા માટે પણ નિર્ણય કર્યો છે.
એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે મોટા ભાગના નોકરી-ધંધા અને ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું છે. લૉકડાઉન થવાને કારણે ઘણા લોકોએ નુકસાની વેઠવાનો વારો આવતા આવક ઘટી ગઇ છે અથવા બંધ થઇ છે ત્યારે બીજી તરફ ખાનગી શાળામાં ભણતા બાળકોની ફીને લઇને પણ સવાલો થયાં છે. તો કેટલાક વાલીઓની સ્થિતિ એવી પણ છે કે, તેઓ પોતાના સંતાનની ફી ભરી શકે તેમ નથી. જો કે, આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, એક વર્ષ દરમિયાન ગમે ત્યારે વાલી પોતાના બાળકની ફી ભરી શકે છે.
![]()
વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે બધુ ઠપ્પ પડ્યું હોવાથી આવકના સ્ત્રોત ઘટી ગયા છે અને વાલીઓ પાસે ખાનગી શાળાઓની તોતિંગ ફી ભરવા માટેના રૂપિયા નથી ત્યારે શાળા સંચાલકો ફી ભરવા માટે ખુલ્લેઆમ ગુજરાતના વાલીઓને ફોન કરીને ધમકાવતા હોય તેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. જો કે, એક બાબત એવી પણ છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાથી આ પ્રકારની વાલીઓને ખોટી રીતે કનડગતની ઘટનાઓ ચાલુ છે તેમ છતાં રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યો છે. જાહેર જનતાને આ મામલે સરકારની ઢીલી નીતિ અકડાવી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
