ધાનેરા/ રૂ. 241.34 કરોડ ની યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત

આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડ ની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ યોજના થકી બનાસકાંઠા જિલ્લાના 119 ગામોને પીવાનું ચોખ્ખું પાણી મળશે. 

Top Stories Gujarat Others

@પ્રકાશ ત્રિવેદી, ધાનેરા

આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડ ની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ યોજના થકી બનાસકાંઠા જિલ્લાના 119 ગામોને પીવાનું ચોખ્ખું પાણી મળશે.

વી.ઓ- બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ સીપુ જૂથ સુધારણા યોજના નું ખાતમુરત કરવામાં આવ્યું હતું અને આ ખાતમુહૂર્ત માં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી નું હેલીપેડ થી ધાનેરા ની આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં 241.34 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ સીપુ જૂથ સુધારણા યોજના નું ખાતમુરત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કોરોના ને લઇ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી વેક્સિન બાબતે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી અને કેન્દ્ર સરકારની સુચના મુજબ આપવામાં આવશે વધુમાં એ પણ જણાવ્યું હતું કે વેક્સિન ચાર તબક્કામાં આપવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં મેડિકલ સ્ટાફ હેલ્થ વર્કર બીજો તબબકો કોરોના વોરિયર્સ જ્યારે ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુની વય ધરાવતા લોકો જેમને આપવામાં આવશે અને ત્યારબાદ 50 વર્ષથી નીચેના લોકોને વેક્સિન આપવામાં આવશે.