Gujarat/ અમદાવાદ બાદ તાપીમાંથી દીપડાનો મૃતદેહ મળતા સર્જાયો હાહાકાર

રાજ્યમાં દીપડા દેખાવાની ઘટના સતત વધતી જઈ રહી છે.  શહેરોની હદ જેમ જેમ વધતી જઈ રહી છે તેમ તેમ જંગલ વિસ્તારની હદ પણ એટલી જ ઘટતી જઈ રહી છે. જેના કારણે હવે શહેરોમાં વન્ય જીવો પ્રવેશી રહ્યા છે અને લોકોની ઉપર હુમલો કરીને ઇજાઓ પહોંચાડી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં ૧૫ દિવસ પહેલા દીપડાને ખેતરમાં ફરતા […]

Gujarat

રાજ્યમાં દીપડા દેખાવાની ઘટના સતત વધતી જઈ રહી છે.  શહેરોની હદ જેમ જેમ વધતી જઈ રહી છે તેમ તેમ જંગલ વિસ્તારની હદ પણ એટલી જ ઘટતી જઈ રહી છે. જેના કારણે હવે શહેરોમાં વન્ય જીવો પ્રવેશી રહ્યા છે અને લોકોની ઉપર હુમલો કરીને ઇજાઓ પહોંચાડી રહ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલમાં ૧૫ દિવસ પહેલા દીપડાને ખેતરમાં ફરતા અનેક લોકોએ જોયો હતો. ત્યારબાદ તેના વિષે વન્ય વિભાગને પાછળથી ખબર પડી હતી કે તે દીપડો નહતો પણ તે હરખ હતો. વસ્ત્રાલ બાદ સરખેજ હાઇવે ઉપર મોડી સાંજે અજાણ્યા વાહનની ટક્કરથી દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેની વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઈ હતી.

સરખેજ બનાવની વાતો હજી લોકોના મોઢેથી દૂર પણ થઈ નહતી ને ત્યાં રાજ્યમાં ફરી એક વાર દીપડો દેખાવાની ઘટના સામને આવી છે. તાપીના વાંકલા ગામના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. વન વિભાગને સમગ્ર બનાવની વિગતો પ્રાપ્ત થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળે જઈને દીપડાના મૃત દેહને જોતાં વન વિભાગને અંદાજો આવ્યો હતો કે દીપડની વય  કદાચ ૧૨ થી ૧૩ વર્ષની વચ્ચેની હોય શકે છે.

 આ પણ વાંચો  શહેરના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં છવાયો ભય

દીપડનું મોત કેવી રીતે થયું હોય શકે છે તેનું કારણ જાણવા માટે વન વિભાગે  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોસ્ટ મોટર્મ થયા બાદ જ વન વિભાગને ખ્યાલ આવશે કે ખરેખર દીપડનું મોત કઈ  રીતે થયું. બીજી તરફ ગામમાં દીપડાના મૃતદેહને કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…