@નલિન ચૌધરી, સુરત ગ્રામ્ય
Surat News: માંડવીમાં માંડવીના ખોડાંબા ગામની આશ્રમશાળાના શિક્ષક વિરૂધ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ જગતને કલંક લગાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.માંડવી તાલુકાના ખોડાંબા ગામે વર્ષોથી આશ્રમશાળા કાર્યરત છે.આ આશ્રમશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ ભાવનગરના મહુવાના વતની હાર્દિક સુધીરભાઈ પંડ્યાએ આશ્રમશાળામાં અભ્યાસ કરતી એક સગીર વયની બાળકી સાથે જૂન માસમાં આશ્રમશાળાના રૂમમાં જઈ અડપલા કર્યા હતાં.
ઉપરાંત આશ્રમશાળામાં અભ્યાસ કરતી બીજી ત્રણ છોકરીઓ સાથે અવારનવાર ક્લાસ રૂમમાં તેમજ તેમના રૂમમાં છેડછાડ કરી અડપલા કરતા બાળકીએ સમગ્ર ઘટના અંગે વાલીને જાણ કરી હતી.જેથી બાળકીના દાદાએ માંડવી પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.માંડવી પોલીસે શિક્ષક વિરૂધ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાધનપુર-ભાભર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટ્રેલર અને કાર અથડાતા 4 લોકોના મોત
આ પણ વાંચો:ચલથાણ નહેરમાં ડૂબેલો મજૂર 12 કલાક બાદ જીવતો બહાર નીકળ્યો
આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે જાહેરમાં પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમી કિમથી ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ