મોકે પે ચોકા/ તાલુકો નહીં તો ભાજપને ગામમાં પ્રવેશ નહીં : ગોઝારીયા વાસીઓની ચીમકીનું કારણ જાણવાજેવું

બધાએ તો બહાના જ બનાવ્યા અને કોઈએ ગોજારીયાને તાલુકો કર્યો નહિ. અત્યાર સુધી કોઈ આંદોલન થયું નથી પરંતુ હવે ગોજારીયાને તાલુકો બનાવવામાં આવે એવી સર્વે ગ્રામજનોની માંગણી

Top Stories Gujarat Others
ગોજારીયા

મહેસાણાનાં ગોઝારીયા વાસીઓને હવે ગોઝારીયા એક ગામ તરીકે નહિ પરંતુ તાલુકા તરીકે જોઈએ છે આથી ગોઝારિયા, લાંઘણજ અને આંબલિયાસણમાં તાલુકાનો દરજ્જો મેળવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે ગોઝારિયામાં ગોઝારિયા તાલુકાના નિર્માણ સમિતિના હોદ્દેદારોએ શોભનાબેન શાહ, રમેશભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા રાત્રે બુધવારે 8.30 વાગે દૂધસાગર ડેરી ચોકમાં રાત્રે ગ્રામસભાનું આયોજન કર્યું છે.

આ ગ્રામસભામાં આગેવાનોનું કહેવું હતું કે, 18000 ની વસ્તી અને 11000 મતદારો ધરાવતા ગોજારીયાએ તાલુકો બનાવવા માગ ઉઠી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, બે બે વખત આંદોલન કર્યા બાદ પણ હજી ગામને તાલુકાનો દરજ્જો મળ્યો નથી. આથી હવે ફરીથી એક વખત તાલુકો બનાવવા માટે પ્રયત્નો કરવા પડે છે. શંકરસિંહની સરકારે તાલુકાનું વિભાજન કર્યું હતું અને ગોઝારીયાને તાલુકો જાહેર કર્યો. બે વર્ષ તાલુકો ચાલ્યો, મામલતદાર કચેરી પણ બરાબર રીતે કાર્યરત રહી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને અવગડ પડે છે એવા બહાના હેઠળ ગોજારીયાને તાલુકામાંથી રદ કર્યો. તે વખતે કોઈ અંદોલન કરેલ નહિ. વર્ષ 2012માં કેબિનેટમાં સાત જિલ્લાઓની અને તાલુકાઓની જાહેરાત કરી. આનંદી બહેને તાલુકો થયાની શુભેચ્છા આપી અને ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. જેથી ઉજવણી કરી પણ પરંતુ ત્યારબાદ ગોઝારીયાને તાલુકો કર્યો નહિ.પછી બધાએ તો બહાના જ બનાવ્યા અને કોઈએ ગોજારીયાને તાલુકો કર્યો નહિ. અત્યાર સુધી કોઈ આંદોલન થયું નથી પરંતુ હવે ગોજારીયાને તાલુકો બનાવવામાં આવે એવી સર્વે ગ્રામજનોની માંગણી હોવાં ગ્રામજનોએ જણાવ્યું હતું.

હવે ગોઝારીયાને તાલુકો બનાવવા ગ્રામજનોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની રણનીતિ ઘડાશે. આ સભામાં આંબલિયાસણમાં આંબલિયાસણ તાલુકા સમિતિના મહેશભાઈ પ્રજાપતિ, અજય દેસાઈ, જોયતારામભાઈ ચૌધરી, દીપેન બારોટ, કિરણ દેસાઈ સહતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકાનો દરજજો મેળવવા માટે આજુબાજુના ગામના સરપંચો અને તાલુકા – જિલ્લાના હોદ્દેદારોને સાથે રાખીને વિવિધ વિભાગમાં રજૂઆત કરવાની ચર્ચા થઇ હતી.

આ પણ વાંચો : અમદાવાદીઓ તમે તમારા અમદાવાદના આ મ્યુઝિયમ જોયા છે કે નહીં?