વૃક્ષાયુર્વેદ/ આયુર્વેદ વિશે ખૂબ જાણ્યું, હવે સમજો વૃક્ષાયુર્વેદ શું છે?

ડૉ. ભારદ્વાજે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે એ ઔષધિઓનું એક ઘોળ બનાવીને ચણાના પાકને અ રોગથી બચાવી શકાય છે. જેમાં ઔષધિઓનો જ ઉપયોગ થયો.

Top Stories Ajab Gajab News
વૃક્ષાયુર્વેદ

વૃક્ષાયુર્વેદ એટલે શું? 21મી સદી જ્ઞાનની સદી સાથે સાથે પ્રયોગો (અખતરા)ની સદી કહી શકાય. રોજ નવી નવી શોધ થતી રહે છે. જો કે કેટલીક શોધ માનવ સાથે સાથે પ્રકૃતિ માટે પણ વરદાનરૂપ સાબિત થતી હોય છે. વર્તમાનમાં આવી જ એક શોધ થઈ રહી છે. એક અનોખી વૃક્ષાયુર્વેદ ની શોધ. આ વૃક્ષાયુર્વેદ ની શોધથી ખૂબ લાભ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રોહતકમાં એક એવી શોધ થઈ રહી છે જેનાથી વનસ્પતિને નુકસાન કર્યા વિના જ કીટકોનો નાશ કરી શકાય.

ભારત ખેતી પ્રધાન દેશ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેતીમાં રસાયણોનો ઉપયોગ વધી ગયો છે. માણસ, પ્રાણીઓ અને વનસ્પતિઓને નુકસાન કરે તેવા કેમિકલનો ખેતીમાં ખૂબ ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે એવું કીટનાશક તૈયાર કરવામાં આવી રહ્યું છે જેનો આધાર આયુર્વેદ હોય. એટલે કે આયુર્વેદિક પધ્ધતિથી કીટનાશક બનાવવામાં આવશે. જેનાં ઉપયોગથી જમીન તેમજ પાકને નહિવત નુકસાન થશે.  ઉપરાંત જે લોકોના પેટ માટે હેલ્ધી હશે અને કીટકો માટે ખતરારૂપ હશે. આ સંશોધનથી આયુર્વેદનું મહત્વ વધશે. કૃત્રિમ ખાતરથી માટીને પણ ખૂબ નુકસાન થાય છે. ઘણી જમીનોની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય અથવા ખલાસ થાય છે. ત્યારે તેવા સંજોગોમાં પણ આયુર્વેદિક ખાતર ઉપયોગી બની શકે છે.

રોહતકના મહર્ષિ દયાનંદ વિશ્વવિધાલયમાં કાર્યરત ડૉ.સુરેન્દ્ર ભારદ્દ્વાજ આવું આયુર્વેદિક ખાતર બનાવવા માટે સંશોધન કરી રહ્યા છે અને ઘણી સફળતા મળી છે. જો કે તેમનું સંશોધન હજુ ચાલી રહ્યું છે. તેઓ બોટનિકલ ગાર્ડનનાં અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમનું માનવું હતું કે લોકોએ જમીનને બચાવવા માટે અને તંદુરસ્તી મેળવવા માટે આયુર્વેદિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. ડૉ. ભારદ્વાજે 51થી વધુ સંશોધન પત્ર તૈયાર કર્યા છે. તેમને તાજેતરમાં જ પાક ઉપર સંશોધન કર્યું. તેમાનું રીસર્ચ પેપર જર્નલ ઓફ ફૂડ લેગ્યુમસમાં પ્રકાશિત થયું છે. ચણાના પાકમાં ફયુજેરીયમ વિલ્ટ નામનો રોગ થાય છે જે પાકને ખૂબ નુકસાન પહોચાડે છે. ખૂબ ઝડપથી ફેલાતા આ રોગને કારણે ઉત્પાદનની માત્રામાં ઘટાડો થાય છે. પાક વધારવા અને રોગથી બચાવવા અ પાક ઉપર ખેડૂતો દવાનો છંટકાવ કરે છે. ડૉ. ભારદ્વાજે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે એ ઔષધિઓનું એક ઘોળ બનાવીને ચણાના પાકને અ રોગથી બચાવી શકાય છે. આ ઘોળમાં આયુર્વેદિક ઔષધિઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેવું સંશોધકનું કહેવું છે. જેનાની છોડ પરની બીમારી દૂર થશે, જમીનને નુકસાન નહિ થાય અને ખાવામાં પણ પોષ્ટિક પાક તૈયાર થશે.

આ પણ વાંચો :શ્રીલંકાની દુર્દશા પર સંજય રાઉતે કહ્યું, ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે

આ પણ વાંચો :મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં ડીજી લોકરની સુવિધા મળશે, વિદ્યાર્થીઓને થશે ઘણો ફાયદો

આ પણ વાંચો :કચ્છ-ભૂજમાં સ્થપાશે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ

આ પણ વાંચો :IPL મેચો સસ્તામાં જોવા માંગો છો, તો આ છે Jioના શ્રેષ્ઠ રિચાર્જ પ્લાન