Private Boating/ અમદાવાદના માલેતુજારો હવે બોટના માલિક પણ બની શકશે અને બોટિંગ પણ કરી શકશે

અમદાવાદના સંપત્તિવાનો માટે એક સારા સમાચાર છે. તેઓ હવે બોટના માલિક પણ બની શકશે અને તેમની બોટને સાબરમતીમાં પાર્ક પણ કરી શકશે.

Top Stories Ahmedabad Gujarat
Private Boating અમદાવાદના માલેતુજારો હવે બોટના માલિક પણ બની શકશે અને બોટિંગ પણ કરી શકશે

અમદાવાદના સંપત્તિવાનો માટે એક સારા સમાચાર છે. તેઓ હવે બોટના Privade-Boating માલિક પણ બની શકશે અને તેમની બોટને સાબરમતીમાં પાર્ક પણ કરી શકશે. ખાનગી બોટિંગને પ્રોત્સાહન આપતા આ નિર્ણયના અમલ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા ઇરાદાપત્ર (એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ-EOI) બહાર પાડવામાં આવ્યું છે, તેના હેઠળ આગામી 27 જુન 2023 સુધીમાં રસ ધરાવતાં લોકો પોતાની દરખાસ્ત સુપ્રદ કરી શકે છે.

તમામ ઓફર આવ્યા બાદ ટેન્ડરના નિયમો મુજબ Privade-Boating તેની સ્ક્રુટિની થયા બાદ કેટલું ભાડું વસૂલવું તે નક્કી કરવામાં આવશે. કેટલી બોટને મંજૂરી મળશે તેની સ્પષ્ટતા કરાઇ નથી પણ હાલ તો કેટલી ઓફર આવે છે તેના પર બધો આધાર છે. તેના પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના એક અધિકારી નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે ભારતમાં ગોવા અને વિદેશમાં અમેરિકા, કેનેડા જેવા તમામ દેશોમાં ખાનગી બોટ કે યાર્ટ ઉભી રાખવા નદી કે દરિયામાં વ્યવસ્થા હોય છે, જેના બદલામાં ભાડું વસૂલવામાં આવે છે. આવી વ્યવસ્થા સાબરમતી નદીમાં કરાશે. એક જેટી ઉભી કરાશે જ્યાં ખાનગી Privade-Boating વ્યક્તિઓ પોતાની બોટ ઉભી રાખી શકશે જેના બદલામાં તેઓએ ભાડું ચૂકવવાનું રહેશે. ખાનગી બોટના માલિકો તેમાં તેમના મહેમાનો કે મિત્રો સાથે બોટિંગ કરી શકશે પણ પૈસા લઇને પેસેન્જરો બેસાડી શકશે નહીં.”

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ(SRFDCL)દ્વારા હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે વલ્લભ સદન ખાતે બોટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં નાગરિકો પૈસા ચૂકવીને બોટિંગ કરી શકે છે. આ સિવાય સરદાર બ્રિજની નજીક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં લોકો Privade-Boating પૈસા ચૂકવીને તેની મજા માણી શકે છે. આ સિવાય સાબરમતી નદીમાં ગાંધી બ્રિજથી સરદાર બ્રિજની વચ્ચે ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સેવા ટૂંક સમયમાં શરુ થવાની છે. ઉપરાંત સાબરમતી નદીના પૂર્વ કિનારે બોટિંગની સેવા શરુ કરવામાં આવનારી છે.

 

આ પણ વાંચોઃ Rape/ યુવતી પર મંગેતરે જ ગુજાર્યો બળાત્કાર, કેનાલ પાસે ફેંકી દીધી

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ ‘બળવાખોર’ વેગનર ગ્રૂપ સાથે આરપારની લડાઈના મૂડમાં પુતિન, કહ્યું- દેશદ્રોહીને નહીં છોડશે

આ પણ વાંચોઃ PM Modi-Merrymilliben/ અમેરિકન સિંગર મેરી મિલબેને પહેલા ભારતીય રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાયું, પછી પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘમહેર/ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 35 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ કોણ છે ‘પુતિનના શેફ’ યેવગેની પ્રિગોઝિન, રશિયન સૈન્યનો નાશ કરવાના લીધા શપથ; શું છે વેગનર ગ્રુપ