Adipurush Controversy/ અરે ! કૃતિ સેનને કર્યું માતા સીતાનું અપમાન? લોકો થયા ગુસ્સે

આદિપુરુષ ફિલ્મ અભિનેત્રી કૃતિ સેનનને  તાજેતરમાં  જ મીડિયાએ  શોર્ટ્સ પહેરલ કપડામાં સ્પોટ કરી હતી. આ બાદ લોકોએ તેને જોરદાર રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

Trending Entertainment
Kriti Sanon

ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ વિશે દરેક વખતે આવા સમાચાર બહાર આવે છે જે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે. આ ફિલ્મ સતત હેડલાઇન્સ બનાવતી રહે છે પરંતુ યોગ્ય કારણોસર નઈ. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સ્ટાર્સે પણ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. મુકેશ ખન્ના, દીપિકા ચિખલિયા અને ગજેન્દ્ર ચૌહાણ જેવા અન્ય કલાકારોએ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતની ટીકા કરી છે. આવી સ્થિતિમાં, ફિલ્મની અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં શોર્ટ્સ પહેરીને મીડિયા દ્વારા સ્પોટ થઈ હતી. જે બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

કૃતિ સેનન શોર્ટ્સ પહેરેલી જોવા મળી હતી

ફિલ્મના વધી રહેલા વિવાદને કારણે બોક્સ ઓફિસ પર તેની કમાણી ઢીલી પડી ગઈ છે. કૃતિ સેનન આદિપુરુષમાં સીતાના રોલમાં છે, જ્યારે પ્રભાસ રામના રોલમાં છે અને સૈફ અલી ખાન રાવણના રોલમાં છે. આવી સ્થિતિમાં રામાયણની અભિનેત્રી દીપિકા ચીખલિયાએ તાજેતરમાં ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આજકાલ કલાકારો પાત્રમાં પ્રવેશતા નથી કે લાગણીઓને સમજતા નથી. તેણે સેનન વિશે પણ વાત કરી અને કહ્યું કે આજની અભિનેત્રીઓ પ્રોજેક્ટ પૂરો થયા પછી તે રોલની પરવા કરતી નથી. આવી સ્થિતિમાં, જ્યારે લોકોએ કૃતિને શોર્ટ્સમાં જોઈ, ત્યારે તેમને દીપિકાની વાત સાચી લાગી અને અભિનેત્રીને ઉગ્ર રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકોએ કર્યું  ટ્રોલ 

કૃતિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, “સીતાનો લુક ખૂબ જ ઝડપથી ઉતરી ગયો”, જ્યારે બીજાએ કોમેન્ટ કરતા લખ્યું કે, “સીતા માતાની ભૂમિકા ભજવ્યા પછી તેણે પોતાનું સન્માન પણ ગુમાવ્યું.” જો અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ગણપતમાં જોવા મળશે.

આ પણ વાંચો:Sakshi Chopra On Netflix/રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાનું થયું શોષણ, પોસ્ટ શેર કરીને કહી દર્દનાક કહાની

આ પણ વાંચો:Suhana Khan/ ધ આર્ચીઝની રિલીઝ પહેલા શાહરૂખ ખાનની પુત્રીએ કરોડોની જમીન ખરીદી હતી, પરંતુ અહીં એક વિચિત્ર ટ્વિસ્ટ છે…

આ પણ વાંચો:Kiara Siddharth/પેપ્સે પૂછ્યું કે સિદ્ધાર્થ કેમ છે? કિયારા અડવાણીએ આપ્યો ખતરનાક જવાબ

આ પણ વાંચો:ધમકી/રેપર યો યો હની સિંહને મળી જાનથી મારી નાખવાની ધમકી, ગેંગસ્ટર ગોલ્ડી બારારની મળી વોઇસ નોટ

આ પણ વાંચો:વિવાદો વચ્ચે ધરખમ કમાણીઃ આદિપુરુષનું ત્રણ જ દિવસનું 300 કરોડનું કલેકશન