Wedding/ અંકિતા લોખંડે અને વિકીની સંગીત સેરેમનીમાં મહારાણી લુકમાં પહોંચી કંગના રનૌત, જુઓ

કંગના રનૌત અને અંકિતા લોખંડેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કંગના રનૌતની સ્ટાઈલની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Entertainment
કંગના રનૌત

અભિનેત્રી અંકિતા લોખંડેના લગ્ન 14 ડિસેમ્બર એટલે કે આજે મુંબઈમાં થવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્નને લગતા ફંક્શન ચાલી રહ્યા છે. ગઈકાલે રાત્રે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ હાજરી આપી હતી. કંગના રનૌત અને અંકિતા લોખંડેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કંગના રનૌત ની સ્ટાઈલની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

https://www.instagram.com/p/CXbd6W8szhg/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :સલમાન ખાને સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યા 2નું પોસ્ટર કર્યું શેર , લખ્યું- અરે વાહ સુશ

https://www.instagram.com/p/CXbdsERsj_d/?utm_source=ig_web_copy_link

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્નનો પોતાનો લુક શેર કરતા કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘લવ નોટ વોર. આજે મારા મિત્રના લગ્ન છે. આટલું જ નહીં કંગના રનૌતે અંકિતા લોખંડેના લગ્ન માટે વોરિયર ક્વીનનો લુક અપનાવ્યો છે. ચાહકોને પણ તેની આ સ્ટાઇલ પસંદ આવી છે. અંકિતા લોખંડે અને કંગના રનૌતે ફિલ્મ ‘મણિકર્ણિકા’માં સાથે કામ કર્યું છે.

https://www.instagram.com/tv/CXcavsdpBPz/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : કરીના-અમૃતા બાદ હવે સલમાનની ભાભી સહિત આ એક્ટરનાં પત્નીને થયો કોરોના

https://www.instagram.com/p/CXcJ28XM1q4/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે હાલમાં જ કેટરિના કૈફ અને વિકી કૌશલે લગ્ન બાદ મહેમાનોને ગિફ્ટ મોકલી હતી. તેણે કંગના રનૌતને લગ્નની મીઠાઈઓ પણ મોકલી હતી. આના પર કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ફૂલોથી શણગારેલી ગિફ્ટ જોવા મળી હતી. આ તસવીર પર કેપ્શન આપતા કંગનાએ લખ્યું, ‘નવા પરિણીત કપલ ​​વિકી કૌશલ અને કેટરિના કૈફ દ્વારા મોકલવામાં આવેલા ટેસ્ટી દેશી ઘીના લાડુ. આ માટે તમારો આભાર અને તમને અભિનંદન.

આ પણ વાંચો :કરીના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના, રિયા કપૂરના ઘરે ગર્લ ગેંગ સાથે કરી હતી પાર્ટી

આ પણ વાંચો :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે22 ડિસેમ્બરે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવું પડશે, બોમ્બે હાઈકોર્ટનો આદેશ

આ પણ વાંચો :મિસ યુનિવર્સના 70 વર્ષના ઈતિહાસમાં ત્રણ ભારતીય સુંદરીઓએ જીત્યો તાજ, હરનાઝ સંધુ સાથે જોડાયેલા છે આ બે સુંદીરીના નામ