Kiara Siddharth/ પેપ્સે પૂછ્યું કે સિદ્ધાર્થ કેમ છે? કિયારા અડવાણીએ આપ્યો ખતરનાક જવાબ

કિયારા અડવાણીનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિયારા પેપ્સના સવાલનો જવાબ એવા ફની રીતે આપતી જોવા મળી હતી કે લોકો આ વીડિયો જોયા પછી સતત કોમેન્ટ કરી રહ્યા છે. કિયારાનો આ વીડિયો તે સમયનો છે જ્યારે તે મોડી રાતનું શૂટિંગ પૂરું કરીને વેનિટી વેનમાં જઈ રહી હતી.

Entertainment
Kiara Advani

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના લગ્ન બાદથી સતત ચર્ચામાં છે. જ્યારે પણ આ બંનેને એકબીજા વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ એવા જવાબ આપે છે કે તે બધે જ છવાઈ જાય છે. આવું જ કંઈક આ વખતે પણ બન્યું જ્યારે કિયારા અડવાણી મોડી રાતનું શૂટિંગ પૂરું કર્યા પછી જોવા મળી. આ દરમ્યાન પાપારાઝીએ અભિનેત્રીને તેના પતિની હાલત વિશે પૂછ્યું. પેપ્સના આ સવાલનો અભિનેત્રીએ એવો ફની જવાબ આપ્યો કે તે વાયરલ થઈ ગયો.

પેપ્સના પ્રશ્નનો રમુજી જવાબ

કિયારા અડવાણી શૂટિંગ પૂરું કર્યા પછી વેનિટી વેન પાસે જોવા મળી હતી. આ દરમિયાન, પેપ્સે અભિનેત્રીને જોતા જ પહેલા તો તેને નવી મર્સિડીઝ માટે શુભેચ્છા પાઠવી હતી. આ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે પૂછ્યું, કેમ છે ભાઈ? આ સવાલ સાંભળીને કિયારા હસવા લાગી. આ પછી કિયારાએ મજાકિયા અંદાજમાં કહ્યું – ‘એકદમ ટકાટક.’ કિયારાનો આ જવાબ અને પ્રતિક્રિયા બંને લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

કિયારાનો ગ્લેમરસ લુક
આ દરમિયાન લોકોને કિયારાનો લુક પણ પસંદ આવ્યો હતો. કિયારાએ સફેદ રંગનું સ્ટ્રેપી ટોપ પહેર્યું હતું અને તેની સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું. મોટી ઈયરિંગ્સ અને બેઝ મેકઅપ સાથે ખુલ્લા વાળ તેના દેખાવને વધુ ગ્લેમરસ બનાવી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારા અડવાણીની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ આ મહિને 29 જૂને રિલીઝ થઈ રહી છે.  ફિલ્મ રિલીઝ થવામાં થોડા દિવસો બાકી છે, તેથી કિયારા આ ફિલ્મના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. બુધવારે જ આ ફિલ્મનું બીજું ગીત ‘સુન સજની’ લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કિયારા અને કાર્તિકની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ગીત મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કિયારા અને કાર્તિક ફેન્સ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. ચાહકોને આ ફિલ્મના ટ્રેલર અને ગીતો ખુબ જ પસંદ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કિયારા અને કાર્તિકને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

આ પણ વાંચો:ધમકી/રેપર યો યો હની સિંહને મળી જાનથી મારી નાખવાની ધમકી, ગેંગસ્ટર ગોલ્ડી બારારની મળી વોઇસ નોટ

આ પણ વાંચો:વિવાદો વચ્ચે ધરખમ કમાણીઃ આદિપુરુષનું ત્રણ જ દિવસનું 300 કરોડનું કલેકશન

આ પણ વાંચો:કરણની થઇ દ્રિશા, સની દેઓલ બન્યા સસરા, પેવેલિયનમાંથી સામે આવ્યો લગ્નનો પહેલો ફોટો

આ પણ વાંચો:પૌત્ર કરણ દેઓલના લગ્નમાં બારાતી બનેલા દાદા ધર્મેન્દ્રએ કર્યો ડાન્સ, વરઘોડામાં દેખાઈ રોનક

આ પણ વાંચો:કોઈની ઉંમર 66 પ્લસ તો કોઈની 87, આ ઉપરાંત બોલિવૂડમાં સ્ટાઇલના છે બાપ