Not Set/ લગ્નનું વચન આપી યુવક ફરી જતાં ટીવી એક્ટ્રેસે લગાવ્યો રેપનો આરોપ

મુંબઇ  મુંબઈની એક ટીવી એક્ટ્રેસે 25 વર્ષના યુવાન પર લગ્ન કરવાનું કહીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસનો આરોપ છે કે રાજસ્થાનમાં નીમરાનાની એક હોટલમાં તેને દુષ્કર્મ કર્યું હતું. નીમરાના પોલીસ સ્ટેશનમાં પ્રભારી સંજય પુનિયાએ કહ્યું કે આ મામલે મુંબઈના ઓશિવર પોલીસ સ્ટેશનમાંથી બુધવારે એક ‘ઝીરો એફઆઈઆર‘ પ્રાપ્ત થઇ હતી. તેઓએ જણાવ્યું કે આ મામલા આરોપીને સમ્મન […]

Trending Entertainment

મુંબઇ 

મુંબઈની એક ટીવી એક્ટ્રેસે 25 વર્ષના યુવાન પર લગ્ન કરવાનું કહીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસનો આરોપ છે કે રાજસ્થાનમાં નીમરાનાની એક હોટલમાં તેને દુષ્કર્મ કર્યું હતું. નીમરાના પોલીસ સ્ટેશનમાં પ્રભારી સંજય પુનિયાએ કહ્યું કે આ મામલે મુંબઈના ઓશિવર પોલીસ સ્ટેશનમાંથી બુધવારે એક ‘ઝીરો એફઆઈઆર‘ પ્રાપ્ત થઇ હતી.

તેઓએ જણાવ્યું કે આ મામલા આરોપીને સમ્મન મોકવામાં આવ્યું છે અને પીડિતાને વધુ તપાસ માટે નીમરાના આવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે આરોપી અને પીડિતા બંને તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી.

પુનિયાના કહેવા મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી ટેલીવિઝન અભિનેત્રીની મિત્રતા યુવક સાથે કાનપુરમાં થઇ હતી. તેઓએ ફેસબૂક દ્રારા એકબીજાનો નબંર લીધો હતો અને સતત તેમના વચ્ચે વીડીયો ચેટ થઇ હતી.

બંને કલાકો સુધી ચેટિંગ કરવાનું શરુ કર્યું અને પછી તેઓ લગ્ન કરવાની નિર્ણય કર્યો જો કે યુવકે વાતચીત આગળ વધારવા માટે મળવાનું કહ્યું હતું. એટલા માટે તેઓ શાઝાપુર, લખનઉ, દિલ્હી અને નીમરાના જેવી ટુરીસ્ટ જગ્યા પર ફરવાનું પ્લાનિંગ કર્યું. બંને સાથે હર્યા ફર્યા અને આ દરમિયાન પીડિતની સાથે તેની બહેન પણ હતી.

ઓફિસર પુનિયાએ કહ્યું કે 22 વર્ષની એક્ટ્રેસે તેની આ સફર દરમિયાન શારીરિક સંબંધ બનાવાવનો આરોપ લગાવ્યો છે. આરોપીએ તેને કાનપૂરમાં માતા-પિતા સાથે મળવા માટે લઇ ગયો હતો. જો કે મુંબઈ આવ્યા પછી જયારે એક્ટ્રેસે આરોપીને ફોન કર્યો ત્યારે આરોપીએ લગ્ન કરવાની ના પડી હતી. આ પછી 7 સપ્ટેમ્બર ઓશિવર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ હતી.