Relationship Tips: લગ્નના થોડા વર્ષો વીત્યા બાદ મોટાભાગના યુગલોની એક કોમન ફરિયાદ હોય છે – “આપણા જીવનમાં પહેલા જેવો રોમાન્સ નથી રહ્યો” અથવા “તમે હવે બદલાઈ ગયા છો.”
ઘણા લોકોને લાગે છે કે સંબંધમાં આવેલી આ નીરસતાનું કારણ ‘સેક્સ લાઈફ’માં આવેલો ઘટાડો છે. પરંતુ શું ખરેખર એવું છે? નિષ્ણાતોના મતે, બેડરૂમમાં ઓછું થતું આકર્ષણ એ મૂળ સમસ્યા નથી, પણ કોઈ બીજી મોટી સમસ્યાનું લક્ષણ છે. ચાલો જાણીએ કે લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે અંતર કેમ વધે છે અને તેને કેવી રીતે દૂર કરવું.
સેક્સનો અભાવ નહીં, સંવાદનો અભાવ
સંબંધમાં ખરેખર અંતર ત્યારે આવે છે જ્યારે બે લોકો વચ્ચે વાતચીત ઓછી થઈ જાય છે.
વાસ્તવિકતા: ભાવનાત્મક જોડાણ (Emotional Connection) માટે સેક્સ (Relationship) અને વાતચીત બંને જરૂરી છે. પરંતુ મજબૂત સંબંધનો પાયો ‘વાતચીત’ છે. જ્યારે તમે તમારી લાગણીઓ (Relationship) વ્યક્ત કરવાનું બંધ કરો છો, ત્યારે માનસિક એકલતા આવે છે અને તેની સીધી અસર તમારી ફિઝિકલ લાઈફ પર પડે છે.
Relationship માં અંતર વધવાના મુખ્ય 3 કારણો
લગ્નના શરૂઆતના વર્ષોમાં એકબીજાને (Relationship) જાણવાની ઉત્સુકતા હોય છે, પણ સમય જતાં આ ઉત્સુકતા મરી પરવારે છે.
“હવે તો બધું ખબર છે” (The Assumption): યુગલો ધારી લે છે કે તેઓ પાર્ટનર (Relationship) વિશે બધું જ જાણે છે અથવા “હું કહું નહીં તો પણ તે સમજી જશે.” આ ગેરસમજ સંબંધમાં મૌન લાવે છે.
જવાબદારીનો બોજ: ઘર, બાળકો અને નોકરીની જવાબદારીઓ માત્ર શારીરિક થાક જ નથી આપતી, પણ માનસિક તણાવ (Stress) પણ આપે છે. જેના કારણે રોમાન્સ માટે ઉર્જા બચતી નથી.
મોબાઈલ અને સ્ક્રીન: આજના સમયનો સૌથી મોટો દુશ્મન મોબાઈલ છે. પતિ-પત્ની બાજુમાં બેઠા હોય છે, પણ બંને પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય છે. આ વર્તન એકબીજાને એવો સંદેશ આપે છે કે “તારા કરતા મારો ફોન મને વધુ વહાલો છે.”
પ્રેમ પાછો લાવવાની ’20 મિનિટ ફોર્મ્યુલા’
જો તમારે તમારા સંબંધ (Relationship) માં ફરીથી પહેલા જેવી ઉષ્મા લાવવી હોય, તો આ સરળ નિયમ અપનાવો:
ડેઈલી ટોક ટાઈમ: રાત્રે સૂતા પહેલા મોબાઈલ સાઈડ પર મૂકીને 15 થી 20 મિનિટ માત્ર એકબીજા સાથે વાતો કરો.
સ્પર્શનું મહત્વ: વાત કરતી વખતે એકબીજાનો હાથ પકડો અથવા માથામાં હાથ ફેરવો. હળવો શારીરિક સ્પર્શ (Touch) શબ્દો કરતા વધુ અસરકારક હોય છે.
ફરિયાદ નહીં, વખાણ: આ સમય દરમિયાન ઘરની કે કામની કચકચ કરવાને બદલે પ્રેમ (Love)થી કહો – “તારી સાથે વાત કર્યા વિના મારો દિવસ અધૂરો લાગે છે.”
લગ્ન પછી સેક્સ કંટાળાજનક નથી બનતું, પણ આપણે Relationship માં તેને નીરસ બનાવી દઈએ છીએ. શબ્દો અને લાગણીઓની આપ-લે શરૂ કરી દો, શારીરિક આકર્ષણ આપોઆપ પાછું આવી જશે.
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?



