Photo Story/ શું તમારું કોલ કોઈ બીજું વ્યક્તિ ઉપાડે છે શું તમે જાણો છો? કોઈ સાયબર અપરાધી હોય શકે છે!

સાયબર અપરાધી ગમે તે કરી શકે :  તમારા જાણ્યા વગર જો કોઈ તમારું કોલ કે મેસેજ ઉપાડે છે, તો તે કોઈ સામાન્ય નેટવર્ક સમસ્યા નહિ પરંતુ એક સંભવિત સાઇબર ફ્રોડ હોય શકે છે.

Photo Gallery Trending Tech & Auto

સાયબર અપરાધી ગમે તે કરી શકે :  તમારા જાણ્યા વગર જો કોઈ તમારું કોલ કે મેસેજ ઉપાડે છે, તો તે કોઈ સામાન્ય નેટવર્ક સમસ્યા નહિ પરંતુ એક સંભવિત સાઇબર ફ્રોડ હોય શકે છે. અપરાધીઓ તમારા ફોનની સેટિંગ્સમાં બદલાવ કરીને તમારા કોલ અથવા મેસેજને બીજા નંબર પર ડાયવર્ટ કરી શકે છે. પરિણામે, જ્યારે તમે કોલ કરીએ અથવા મેસેજ મોકલો, ત્યારે તે વ્યક્તિની જગ્યાએ સાઇબર ક્રિમિનલ સુધી પહોંચી શકે છે.

આ કોર્ડ વાપરી કરી શકશે ચકાસણી :  ગુજરાત સાયબર નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો તમને શંકા હોય કે તમારું કોલ કે મેસેજ ડાયવર્ટ થઈ રહ્યું છે, તો “*#62#” ડાયલ કરીને તમે ચકાસી શકો છો. આ કોડથી ખબર પડે છે કે તમારા કોલ અથવા મેસેજ કયા નંબર પર ડાયવર્ટ છે. જો તમારું કોલ કોઈ અજાણ્યા નંબર પર ડાયવર્ટ હોય, તો તરત “##002#” ડાયલ કરીને બધાં કોલ અને મેસેજ ફોરવર્ડિંગ બંધ કરી શકો છો.

સાવધાની પૂર્વક પોતાના ફોનને સાચવીને રાખો:સાયબર  ફ્રોડના કેસમાં અપરાધી મોબાઇલમાં એવા USSD કોડ દાખલ કરે છે કે જે બેકગ્રાઉન્ડમાં ચાલે છે અને યુઝરને ખબર ન પડે તેવી રીતે કોલ અથવા મેસેજ ડાયવર્ટ કરે છે. આવા કોડ સ્ક્રિપ્ટની જેમ કાર્ય કરે છે અને મોબાઇલ ડિવાઇસના નિયંત્રણમાં ફેરફાર કરે છે. એટલા માટે નિયમિત રીતે ફોનની સેટિંગ્સ ચકાસવી, અનજાણ કોડ ડાયલ ન કરવો અને સલામતી અંગે સતર્ક રહેવું જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ જુઓ : અમદાવાદ સાયબર ક્રાઈમે દેશના નાગરિકોને છેતરતા આરોપીઓને ઝડપી લીધા

આ પણ જુઓ : ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા

આ પણ જુઓ : જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ ID હેક