Junagadh News/ જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ ID હેક

ફ્રીઝ કરાયેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેઈલ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others

Junagadh News: જૂનાગઢ (Junagadh)માં સાયબર પોલીસ સ્ટેશન (Cyber Police Station)નું ઈ-મેઈલ ID હેક કરાતા સાયબર પોલીસે (Cyber Police) એકની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટેકનોલોજીમાં વિકાસ થતો જાય છે તેમ તેમ સાયબર ગુનાઓ વધતા જઈ રહ્યાં છે. ત્યારે આજે જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઇલ ID હેક કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના ID પરથી અલગ અલગ બેંકોને મેઈલ કરાયા હતા. ફ્રીઝ કરાયેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેઈલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફ્રીઝ કરાયેલા ખાતાઓમાં લાખો રૂપિયા છે.

સમગ્ર મામલે સાયબર પોલીસનો તપાસનો ધમધમાટે શરૂ કરવામાં આવ્યો હતો. સાયબર પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સાયબર પોલીસ અધિકારીની ઓળખ આપી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બનો છો, તો તમે તેનાથી રક્ષણ માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરી શકો છો. આ પછી, તમારી સંપૂર્ણ વાત કહો અને તે આ સંબંધમાં મદદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાનના આર્થિક મંત્રાલયનું એક્સ એકાઉન્ટ હેક, દેવા અંગે પોસ્ટ શેર કરવામાં આવી

આ પણ વાંચો:વોટ્સએપ યુઝર્સ પર સાયબર એટેક, મેટા કન્ફર્મ અને ઘણા લોકોના એકાઉન્ટ હેક

આ પણ વાંચો:‘400 ડોલર મોકલો’, સુપ્રિયા સુલેનો ફોન થયો હેક; કહ્યું- મને કોલ કે મેસેજ કરશો નહીં