Not Set/ મોદી બન્યા વિશ્વનાં બીજા નંબરનાં “મોસ્ટ એડમાયર્ડ મેન” : YouGov

PM મોદી એટલે  PM મોદી, આલોચકો ભલે ગમે તટલી ટીકા ટીપ્પણી કર્યા કરે પરંતુ ચાહકો માટે તો PM મોદીનો જોટો ભારતમાં કે વિશ્વમાં હાલ તો શોધ્યો જડે તેમ નથી તે વાત પાકી છે. અને આ વાતની પુષ્ટી દેશમાં જ નહીં પરંતુ વિદેશીઓ દ્વારા પણ અવારનવાર કરવામાં આવતી રહે છે. ફરી આવુ જ કાઇક બન્યુ છે […]

Top Stories India

PM મોદી એટલે  PM મોદી, આલોચકો ભલે ગમે તટલી ટીકા ટીપ્પણી કર્યા કરે પરંતુ ચાહકો માટે તો PM મોદીનો જોટો ભારતમાં કે વિશ્વમાં હાલ તો શોધ્યો જડે તેમ નથી તે વાત પાકી છે. અને આ વાતની પુષ્ટી દેશમાં જ નહીં પરંતુ વિદેશીઓ દ્વારા પણ અવારનવાર કરવામાં આવતી રહે છે. ફરી આવુ જ કાઇક બન્યુ છે અને PM મોદી વિશ્વનાં મોસ્ટ એડમાયર્ડ મેનનાં લિસ્ટમાં બીજા ક્રમે આવી ગયા છે. વિશ્વનાં અનેક દેશો દ્વારા અલગ અલગ બાબતોને લઇને વિશ્વમાં શ્રેષ્ઠ કોણ તે શોધવા સર્વે કરવામા આવતા હોય છે. ત્યારે..

બ્રિટનની ઈન્ટરનેટ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ “YouGov” દ્રારા આ વર્ષની વિશ્વનાં ટોપ-20 એડમાયર્ડ મેન અને ફિમેઇલની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં બિલ ગેટ્સ વર્ષ 2019 માટે વિશ્વના સૌથી પસંદગી પામનાર પુરૂષોની યાદીમાં મોખરે છે. તો મહિલાઓમાં મિશેલ ઓબામાએ એન્જેલિના જોલીને પાછળ છોડી પહેલુ સ્થાન હાંસલ કરી લીધું છે. મિશેલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની છે.
દુનિયાના 41 દેશોનાં 42 હજારથી વધારે લોકોનાં ઓનલાઈન ઈન્ટરવ્યૂ મારફતે એકત્રીત કરાયેલી માહિતીના  અનુસંધાને બન્ને શ્રેણીઓનાંં રેન્ક આપવામાં આવ્યા છે.  PM મોદી આ વર્ષેની રેન્કિંગમાં 2 નંબર પર છે. ગત વર્ષે તેમનો નંબર 8મો હતો. તો અમિતાભ બચ્ચને 3 ક્રમથી નીચે આવી ગયા છે. જ્યારે શાહરુખ ખાન અને સલમાન ખાને પણ આ લિસ્ટમાં એન્ટ્રી મારી છે.
 PM મોદી બાદ ભારતી પુરૂષોમાં બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ યાદીમાં બીજા નંબરે છે. જ્યારે મહિલાઓની શ્રેણીમાં ભારતમાંથી અભિનેત્રી દીપિકા પાદૂકોણ પહેલાં નંબરે છે. ટોચની 20 મહિલાઓની યાદીમાં દીપીકા પાદુકોણના ક્રમમાં કોઈ ફેરફાર થયો નથી. તે ગત વર્ષે પણ 13માં ક્રમે પર હતી. પ્રિયંકા ચોપરા 2 નંબરેથી દીપીકા કરતા પણ નીચે આવી ગઈ છે. મહિલાઓની યાદીમાં આ વર્ષે અભિનેત્રી સુષ્મિતા સેને એન્ટ્રી કરી છે. તેવી જ રીતે એશ્વર્યા રાયનો પણ આ યાદીમાં શામાવેશ કરવામાં આવ્યો છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન