IDAR/ રાજકુમારી વિવેકાકુમારીજી ઈડર રાજગાદીનાં વારસદાર તરીકે જાહેર, જાણો તેમનાં વિશે

મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો છે

Gujarat

Idar News :  રાજકુમારી વિવેકાકુમારીજી (Princess Vivek Kumari) સાબરકાંઠા જિલ્લામાં ઇડર રાજગાદીનાં વારસદાર તરીકે જાહેર કરાયા છે. ઈડર શાહી પરિવારનાં મહારાજા રાજેન્દ્રસિંહજીએ (Maharaja Rajendrasinhji) રાજકુમારીને વારસદાર તરીકે જાહેર કર્યા છે. મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો છે. પ્રતાપ પેલેસ સહિતનાં ઈડર શાહી પરિવારના વારસાને તેઓ સંભાળશે.

સાબરકાંઠા જિલ્લામાં ઇડર રાજગાદીનાં વારસદાર (Ider Royal Family) અંગે મોટા સમાચાર આવ્યા છે. ઈડર શાહી પરિવારની રાજગાદીનાં વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજીને જાહેર કરાયા છે. ઈડર શાહી પરિવારના મહારાજા રાજેન્દ્રસિંહજીએ રાજકુમારીને વારસદાર તરીકે જાહેર કર્યા છે. મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, રાજકુમારી વિવેકાકુમારીજી (Princess Vivek Kumari) પ્રતાપ પેલેસ સહિતનાં ઈડર શાહી પરિવારના વારસાને સંભાળશે.

આ સાથે રાજકુમારી વિવેકાકુમારીજી ઈડર સ્ટેટનાં વારસા અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવશે. રાજકુમારી હાલ મુંબઈનાં (Mumbai) અલ્ટામાઉન્ટ સ્થિત વિજયાભવનમાં સ્થાયી છે. વિવેકાકુમારી ગોંડલનાં રાજકુમારી અને ઈડર શાહી પરિવારના મહારાણી પ્રકાશકુમારીનાં સંતાન છે. રાજકુમારી વિવેકાકુમારીએ યુકેની એસ્ટર યુનિવર્સિટીમાંથી વાણિજ્ય એમએસસીનો અભ્યાસ કર્યો છે. શાહી વારસાનાં ઉત્તરાધિકારી તરીકે દીકરીની નિમણૂક પર રાજકુમારીએ સન્માનિત ભાવ વ્યક્ત કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક