Not Set/ ભાદરમાં કૂદકો મારીને રહીશ, હું સમાધી લેવાનો નિર્ણય નહીં જ બદલું: લલિત વસોયા

ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દુષિત પાણી મામલે જેતપુરના ધારાસભ્ય લલિત વસોયા આજે જળ સમાધી લેશે. ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેમનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. જો તેમને અટકાવવામાં આવશે તો પણ તેઓ જળસમાધિ લેશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ભાદર નદીનું પાણી મનુષ્યો તો ઠીક પશુઓને […]

Top Stories Gujarat Rajkot Trending

ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દુષિત પાણી મામલે જેતપુરના ધારાસભ્ય લલિત વસોયા આજે જળ સમાધી લેશે. ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેમનો કાર્યક્રમ ચાલુ જ રહેશે.

જો તેમને અટકાવવામાં આવશે તો પણ તેઓ જળસમાધિ લેશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ભાદર નદીનું પાણી મનુષ્યો તો ઠીક પશુઓને પણ પીવાલાયક નથી.

જળ સમાધીની ચિમકીના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત.

ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય વસોયાની જળ સમાધીની ચિમકીના પગલે પોલીસ તંત્ર દ્વારા ભૂખી ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે.

ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું.

ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે.

ભૂખી ગામના સરપંચે જણાવ્યું હતું કે, ધોરાજીના ભૂખી ગામના ભાદર ડેમ-2નું પાણી પ્રદૂષિત છે. ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ભાદર બચાવવા આંદોલન શરૂ કર્યું છે. જેને અમારૂ સમર્થન છે.

જેતપુરના ધારાસભ્ય  લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, હું એક કલાકમાં જળસમાધી લેવાનો છું, છતાં મને પોલીસ તંત્ર પકડતી નથી. મને જળસમાધી લેવા જ દેવાના હોય તેવું લાગે છે. મને ખબર છે આ કાયદા વિરૂદ્ધ છે પણ એક ધારાસભ્યની વાત પણ કોઇ સાંભળતું નથી. એટલે મારા વિસ્તારના લોકો માટે હું સમાધી લેવાનો નિર્ણય નહીં જ બદલું. હાર્દિક પટેલ પણ થોડીવારમાં આવે તેવી શક્યતા છે.

હાર્દિક પટેલે પણ સમર્થન આપ્યું છે તેનો મને આનંદ છે. તેણે પણ જળસમાધિની જાહેરાત કરી છે. મને તરતા નથી આવડતું, પરંતુ લોકોના પ્રશ્ને કોઈને ડૂબાડવા પડશે તો હું ચોક્કસ ડૂબાડીશ. મને જળસમાધિ લેતા રોકવામાં આવશે તો હું પ્રતિકાર કરીને પણ આ કાર્યક્રમ ચાલુ રાખીશ.