Gandhinagar News: ગુજરાતમાં નવરાત્રિના સમયે જ શાંતિ ડહોળવાનો પ્રયાસ તોફાની તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ગાંધીનગરમાં નવરાત્રિ દરમિયાન બહિયલ ગામે થયેલી હિંસામાં પોલીસે તોફાની તત્વો સામે કાર્યવાહી કરી હતી. પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા ટોળા સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તોફાનીઓ તથા પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોલીસે બરોબરની નશ્યત કરી હતી.
હવે આ જ સમયે છેક ઉત્તરપ્રદેશમાં મૌલવીએ આપેલા એલાનની સામે છેક ગુજરાતમા અમદાવાદ, રાજકોટ, ગોધરા, કચ્છના અંજાર જેવા શહેરોમાં I LOVE MOHAMMAD પોસ્ટરના નારા લાગ્યા છે. અમદાવાદમાં જમાલપુર દરવાજા, દુધેશ્વર, શાહપુર સહિતના વિસ્તારો પર પોસ્ટર લાગ્યા છે. આના પગલે પોલીસ હવે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કોણ કરી રહ્યુ છે તે તપાસ કરી રહી છે. આ અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મહત્વનું નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઇદે મિલાદ ચાલતી હોવાના કારણે આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પયગંબર પ્રત્યેના પ્રેમના કારણે આ પોસ્ટર લાગ્યા છે, છતાં પણ આને લઈને જો કોમી એખલાસ બગડે તો તેની પાછળનું કારણ રાજકીય હોઈ શકે છે. આ પ્રકારે શાંતિ ડહોળાવી ન જોઈએ.
આ જ રીતે રાજકોટમાં દૂધની ડેરી વિસ્તારમાં આઈ લવ મોહમ્મદ પોસ્ટર લાગતા ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત ભીલવાસ વિસ્તારમાં પણ પોસ્ટર લાગ્યા છે. આના પગલે પોલીસ તરત એલર્ટ મોડમાં આવી રહી છે. પરિસ્થિતિ વધુ વકરે નહીં તે માટે પોલીસે પોસ્ટર હટાવ્યા છે. તેની સાથે આગામી દિવસોમાં કોમી એખલાસ બગડે તેવું કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેમ મનાય છે.
કચ્છના અંજારમાં દેવળિયા નાકા પર આઇ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા હતા. હવે આ પોસ્ટર પર કોઈએ જયશ્રી રામનું પોસ્ટર લગાવી દીધું હતું. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે નવરાત્રિના સમયે શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક મુસ્લિમોએ અંજાર પોલીસે જઈને આ પ્રકારના બનાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ રીતે શાંતિ ભંગ કરનારની સામે કાર્યવાહીની માંગ કરી છે. તેને લઈને પૂર્વ કચ્છમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આના પગલે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યુ હતું.
આ પણ વાંચો: Dahegam News/દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે આગવી સર્વિસ કરી
આ પણ વાંચો: Dahegam News/દહેગામ તાલુકામાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલે શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત
આ પણ વાંચો: Dahegam News/દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ

