Not Set/ અમદાવાદ/ સિંધુભવન રોડ પર PPE કીટને લઇને અફવાનો માહોલ, લોકોમાં ફેલાયો ડર

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદનાં સિંધુભવન રોડ પર એક અફવાને પગલે ભયનો માહોલ જોવા મેળ્યો હતો. એએમસીનાં પાર્કીંગ પાસે પીપીઇ કીટનો મોટો જથ્થો ફેંકીને કોઇ જતુ રહ્યું હોવાની વાતને પગલે સ્થાનીકોમાં ભય સાથે ફફળાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા સફાઇ કર્મચારીઓ તુરંત જ ઘટના સ્થળે દૌડી આવ્યા હતા અને પીપીઇ કીટની માહીતી બાબતે ખાતરી કરતા […]

Ahmedabad Gujarat

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદનાં સિંધુભવન રોડ પર એક અફવાને પગલે ભયનો માહોલ જોવા મેળ્યો હતો. એએમસીનાં પાર્કીંગ પાસે પીપીઇ કીટનો મોટો જથ્થો ફેંકીને કોઇ જતુ રહ્યું હોવાની વાતને પગલે સ્થાનીકોમાં ભય સાથે ફફળાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા સફાઇ કર્મચારીઓ તુરંત જ ઘટના સ્થળે દૌડી આવ્યા હતા અને પીપીઇ કીટની માહીતી બાબતે ખાતરી કરતા સ્થળ પરથી મળી આવેલ જથ્થો પીપીઇ કીટ નહી પરંતુ સલુનમાં હેરકટીંગ માટે વપરતા એપરનનો હોવાનું ખુલવા પામ્યુ હતું. જાહેર રસ્તા પર પહેલો જથ્થો પીપીઇ કીટનો ન હોવાની હકીકત જાહેર થતા સ્થાનિકોએ હાસકારો અનુભવ્યો હતો. પરંતુ પીપીઇ કીટનાં નામે ફેલાયેલી અફવાને કારણે સ્થાનક જનતા અને તંત્ર દોડતુ થઇ ગયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.