Ahmedabad News: અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે.
મંત્રીએ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો ઉત્પાદનો બનાવતી સ્ટાર્ટઅપ કંપનીઓ આઈ-ક્રિએટના માધ્યમથી આગળ આવી રહી છે. રિસર્ચ અને ઇનોવેશનની આખી એક ઇકો સિસ્ટમ ઊભી કરીને ભારતને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી બનાવવાની આપણી નેમ છે.

અમદાવાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી બાવળાના દેવધોલેરા ગામ સ્થિત આઈ-ક્રિએટ પરિસરમાં થઈ હતી.
આ અવસરના મુખ્ય અતિથિ રૂપે જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે રાષ્ટ્રનિર્માણમાં આઈ-ક્રિએટ સંસ્થાની ભૂમિકા વર્ણવી હતી.
મંત્રીએ બાવળા તાલુકાને11.86 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ પણ આપી હતી.
આ સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, પ્રત્યેક જિલ્લા તાલુકાની અલગ ભૌગોલિક સ્થિતિ, સંસ્કૃતિને આધારે અલગ અને આગવું વિકાસ મોડલ વિકસાવવાની પરિપાટી વડાપ્રધાનએ આપી છે. દરિયાઈ વિસ્તાર, આદિવાસી વિસ્તાર, વનવિસ્તાર અને શહેરી- ગ્રામીણ વિસ્તારોને અનુરૂપ વિકાસનીતિ સરકારે અપનાવી છે.

તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અનેક પડકારો સામે રાજ્ય જજુમી રહ્યું હતું. ગુજરાતને તમામ પડકારો પાર કરાવીને નરેન્દ્ર મોદીએ વીજળી ,પાણી ,રસ્તા, આરોગ્ય અને શિક્ષણની પાયાની સુવિધાઓથી માંડીને વૈશ્વિક વિકાસના પ્રકલ્પો આપ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે , વર્ષ 2001 માં ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ- GSDP 1.23 લાખ કરોડ હતી જે વધીને હવે 22.03 લાખ કરોડ થઈ છે. રાજ્યની માથાદીઠ આવક ₹.19 હજાર હતી જે હવે વધીને ₹.2 .75 લાખ રૂપિયા થઈ છે. 2001 માં રાજ્ય સરકારનું બજેટ માત્ર ₹.36000કરોડ રૂપિયા હતું તે વધીને ₹.3.33 લાખ કરોડ રૂપિયા થયું છે.
મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલી વિવિધ પહેલ – વાઇબ્રન્ટ સમિટ, સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ, ખેલ મહાકુંભ, મા વાત્સલ્ય કાર્ડ, 108 ઈમરજન્સી સેવા વિગેરેની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો.
તદુપરાંત સમગ્ર દેશમાં સાકાર થયેલી વિવિધ પહેલ, યોજનાઓ જેમ કે નલ સે જલ, શૌચાલય નિર્માણ, આવાસ નિર્માણ, ઉજ્વલા યોજના વિગેરેનો ચિતાર પણ આપ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ આઈ ક્રિએટ સંસ્થાની 13 વર્ષની યાત્રાની છણાવટ કરી હતી.

ધારાસભ્ય કનુ પટેલે સાણંદ અને બાવળા વિસ્તારના વડાપ્રધાન નરેન્દ્રમોદી તથા સ્થાનિક સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વકાળમાં થયેલા વિકાસની યાત્રા વર્ણવી હતી.
વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસે બાવળાના આઈ-ક્રીએટ પરિસરમાં વિકાસ રેલીનું આયોજન પ્રભારી મંત્રીની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
મંત્રીએ સમારોહ બાદ I- createના યુવા સ્ટાર્ટઅપકારોની શોધ – સાહસને દર્શાવતા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.
આ અવસરે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે, તાલુકા પંચાયત પ્રમુખ સિધ્ધરાજસિંહ સોઢા, પ્રાંત અધિકારી હિતેશ જોશી સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો:અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત
આ પણ વાંચો:અમદાવાદના ગરબામાં ગોળીબાર, લોકો દોડીને ગયા બહાર
આ પણ વાંચો:અમદાવાદ પોલીસને મળ્યો નશેડી ‘રોબિનહૂડ ચોર’
