Ahmedabad News: રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો જારી છે. વસ્ત્રાલના સિટી કોર્નરમાં રેસ્ટોરાની દાળફ્રાયમાં જીવાત નીકળી છે. આ અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને પૂછવામાં આવતા તેણે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ચોમાસાની સીઝનમાં મચ્છર નીકળી શકે છે.
આ બતાવે છે કે મોંઘી રેસ્ટોરાન્ટમાં આરોગ્યનું જોખમ છે. વસ્ત્રાલ રિંગ રોડ પાસે સિટી રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટ સ્વચ્છતામાં બેદરકારી રાખતી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના આહારના લીધે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પહોંચે છે.
જો કે રેસ્ટોરાની વાત જવા દઈએ પણ આ ઋતુમાં બહાર જમવા નીકળતા લોકોનો પણ તેટલો જ વાંક છે. આપણે ત્યાં કહ્યું છે કે ચોમાસામાં બહારનું જમવું નહીં, છતાં પણ જો લોકો બહાર જમવા નીકળતા હોય તો પછી વાંક તેમનો જ છે. ચોમાસાની સીઝનમાં ઘરમાં ભરેલા ઘઉંમાં ધનેરા પડી જતી હોય અને બીજા ધાન્યોમાં પણ જીવડાં પડતાં હોય તો બહારના ભોજનમાં તો શું-શું ન હોય.
આ ભોજન કોણે રાંધ્યું હોય, કેવા વાતાવરણમાં રંધાયું હોય અને કેટલી ગંદી જગ્યાએ તે રંધાયુ હોય તે જાણતા હોવા છતાં પણ જો લોકોએ બહારનો સ્વાદ લેવો હોય અને પછી જીવડાં પડી ગયાની ફરિયાદ કરવી હોય તો ક્યાં મેળ પડે. કેટલીય રેસ્ટોરામાં જમવા જાવ અને તેનું રસોડું જુઓ તો તમને જમવાની પણ ઇચ્છા ન થાય. છતાં લોકો ટેસ્ટ વગર રહી જતાં હોય તો બધી જ જવાબદારી કંઈ રેસ્ટોરાવાળાની નથી. તેણે તો જથ્થાબંધ બનાવવાનું જ હોય.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘમહેર બની મેઘકહેર, સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે હવાઈ નિરીક્ષણ
આ પણ વાંચો: રાજ્યમાં વરસાદ અનરાધાર: 24 કલાકમાં 168 તાલુકામાં ખાબક્યો
આ પણ વાંચો: સુરત એરપોર્ટ પરથી જંગી પ્રમાણમાં ઝડપાયું સોનું