@સલમાન ખાન મંતવ્ય ન્યૂઝ – જામનગર
જામનગર જીલ્લામાં સતત હળવા ભૂકંપના આંચકા નોધાઇ રહ્યા છે.આજે રવિવારના ભારે વરસાદમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. મોડી રાત્રે ગ્રામ્ય પંથક માં અનુભવતા આંચકા ને પગલે હવે લોકોમાં ભુકંપ નો ભય પણ સતાવી રહ્યો છે.જીલ્લામાં ભૂકંપના હળવા આચકાનો પ્રવાહ વણ થંભ્યો રહ્યો છે. જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે 2:21 વાગ્યે ભુકંપ નો આંચકો અનુભવાયો હતો.આ આંચકા ની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.4 ની નોંધાઈ છે. અને તેનું કેન્દ્રબિંદુ લાલપુર થી 29 કિમિ દૂર કાલાવડ પંથકના બાંગા ગામ નજીક નોંધાયું છે.સતત આવતા ભુકંપ ના આંચકાઓને લઈને ભયનો માહોલ બરકરાર રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી કાલાવડ પંથકમાં સળવળાટ શરુ થયો છે.કચ્છ, મોરબી, જામનગર અને જુનાગઢને જોડતી આ ફોલ્ટ લાઈન સક્રિય થઇ છે. છેલ્લા ત્રણ માસમાં નોંધાયેલ મોટાભાગના ભૂકંપ આ જ લાઈન પર સર્જાયા છે.ત્યારે જૂની લાઈન સક્રિય થઇ હોવાનું સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટ કહી રહ્યું છે.બીજી તરફ નાના આંચકાઓ બાદ મોટા આંચકાઓની સંભાવના નહીવત રહે છે.
ત્યારે સતત હળવા કંપનો વચ્ચે થોડી રાહત છે પરંતુ હજુ સુધી ભૂકંપ અંગે કોઈ આગાહી કરી શકાતી નથી એટલે નાના આંચકાઓ બાદ વધુ તીવ્રતા વાળા આંચકા અનુભવાય તો નવાઈ નહિ, કારણ કે સક્રિય ફોલ્ટ લાઈન કેટલો સમય સુધી એ સ્થિતિમાં રહી શકે એ પણ વૈધાનિક રીતે પ્રતિપાદિત થઇ શક્યું નથી.પરંતુ હાલ હળવા આંચકાથી ક્યાય પણ નુકસાની કે હતાહતના સમાચાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
