Morbi News/ મોરબીમાં PCI કોલસાની ચોરી કરનારા 12 શખ્સો ઝડપાયા : કોલસા સાથે 3.57 કરોડનો મુદ્દામાલ કબજે

સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ના અધિકારીઓેએ 8 ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat

Morbi News : મોરબીમાં PCI કોલસાની ચોરી કરનારા 12 શખ્સોની SMC ના અધિકારીઓે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે કોલસો અને મશીનો મળીને કુલ રૂ. 3,57,13,175 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીઆઈ ( પલ્વરાઈઝ્ડ કોલ ઈન્જેક્શન) કોલસો એક પ્રકારનો ધાતુશાસ્ત્રીય કોલસો છે, જેનો ઉપયોગ સ્ટીલ બનાવવાની પ્રક્રિયામાં કોકના આંશિક રિપ્લેસમેન્ટ માટે સહાયક બળતણ તરીકે થાય છે .

તે સ્ટીલ પ્લાન્ટને કાર્યક્ષમતા વધારવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે.એસએમસીના અધિકારીઓએ માહિતીને આધારે મોરબી માળિયા હાઈવે પરના ગાલા ગામના પાટીયા પાસે એચપી પેટ્રોલ પંપ નજીક દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 2,05,92,000 ની કિંમતનો કોલસો, રૂ.2,41,175 રોકડા, 17, મોબાઈલ, હીટાચી મશીન, લોડર મશીન ચાર વાહનો વગેરે મળીને કુલ રૂ.3,57,13,175 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં 12 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે 8 ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: BZ ગ્રૂપ કૌભાંડમાં IPS અને PSI ના રૂપિયા ફસાયા, 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી

આ પણ વાંચો: સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાનું કૌભાંડ

આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં પોન્ઝી સ્કીમ ચલાવી 50 કરોડનું કૌભાંડ, ત્રણ કંપનીના CEO સામે CID દ્વારા ફરિયાદ