Arvalli news/ અરવલ્લીના મોડાસામાં પોન્ઝી સ્કીમ ચલાવી 50 કરોડનું કૌભાંડ, ત્રણ કંપનીના CEO સામે CID દ્વારા ફરિયાદ

Arvalli (Modasa) News : ભૂપેન્દ્ર ઝાલા દ્વારા 6 હજાર કરોડનું કૌભાંડ કરાયું હોવાની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે. એજન્ટ અને કર્મચારી સહિત સાતની ધરપકડ પણ કરાઈ છે. એવામાં મોડાસામાં પણ BZ જેવી જ MO અપનાવી ગ્રાહકોના કરોડો રૂપિયા પડાવતી ત્રણ કંપનીના સીઇઓ સામે CID ક્રાઈમે ફરિયાદ નોંધી છે.

Gujarat Others Breaking News

Arvalli (Modasa) News : ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ મોડાસા ખાતે ચાલતી આર.કે. એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના સીઈઓ અજયસિંહ પરમાર અને કે.કે. એન્ટરપ્રાઇઝના સીઇઓ સામે કુલ 50 કરોડ ગેરકાયદે રીતે ગ્રાહકો પાસે ઊઘરાવી ગુનો આચાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

BZના સીઇઓ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના ગ્રાહકોને વધુ વ્યાજ આપીને નાણાં રોકવાના કેસમાં સીઆઇડી દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડાસા ખાતે BZ જેવી જ એમઓ અપનાવી વધુ ત્રણ કંપનીના સીઈઓ દ્વારા ગ્રાહકોના કરોડો ઉઘરાવીને કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાઓ હતી.

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી BZ કંપનીની ખાનગી ઓફિસો પર 7 દિવસ પહેલાં CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની 6 જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી હતી. ભાજપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા 36 ટકા વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી 6000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોના નાણાંમાંથી કરોડોની મિલકત ખરીદી

આ પણ વાંચો: BZ કૌભાંડ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ, હજુ પણ કેટલાય એજન્ટો વોટ્સએપ પર સક્રિય

આ પણ વાંચો: ભૂપેન્દ્રનું વધુ એક કૌભાંડઃ ગ્રોમોરમાં ટ્રસ્ટી બનવા માટે 81.50 કરોડની ડીલ, પરંતુ પહેલો હપ્તો ચૂકવ્યા બાદ હાથ અદ્ધર