Gujarat News/ BZ કૌભાંડ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ, હજુ પણ કેટલાય એજન્ટો વોટ્સએપ પર સક્રિય

Sabarkatha News : BZ કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ તેમજ કોલ કરી રહ્યા છે…..

Gujarat Breaking News
White Minimalist And Natural Travel YouTube Thumbnail 6 BZ કૌભાંડ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ, હજુ પણ કેટલાય એજન્ટો વોટ્સએપ પર સક્રિય

Sabarkatha News : ઉત્તર ગુજરાત અને ગુજરાતનાં અનેક વિસ્તારોમાંથી પણ BZ ગ્રૂપની પોંઝી સ્કીમોમાં (Ponzi Scheme) લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવનાર એજન્ટો હાલ તો ઓફિસો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા ફરી સક્રિય થયા છે.

જો કે, આ કૌભાંડની (BZ Group Scam) તપાસમાં ગ્રૂપના એક એજન્ટ મયુર દરજીની (Mayur Darji) CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ હતી. મયુર દરજી સાથે સ્ટાફનાં અન્ય 6 લોકો પણ ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ (CID Crime) દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન BZ ગ્રૂપનાં કૌભાંડનાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

BZ ગ્રુપ  કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ તેમજ કોલ કરીને ભૂપેન્દ્ર ઝાલાને સપોર્ટ કરી રહ્યા છે. એજન્ટો મેસેજમાં મીડિયા આગળ ના આવવા સૂચન કરે છે. ‘એક હે તો સેફ હે’ ના સૂત્ર સાથે મેસેજ કરે છે. એજન્ટો મેસેજમાં ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે. સરકાર બધુ જપ્ત કરશે તેવી પણ ચીમકી દર્શાવી છે.

BZ ગ્રુપ દ્વારા 5 ટકાથી લઈ 25% સુધી વ્યાજ વળતર આપવાની સ્કીમથી કેટલાય લોકો ઠગાયા છે. તેમજ હજુ પણ કેટલાય લોકો પૈસા જવાના દરે બોલી શક્યા નથી. સાથો સાથ રાજકીય પાર્ટીઓ સાથે નજીકનો ગરાબો ધરાવનારા કેટલાય લોકો પણ આજ સ્કીમનો ભોગ બનેલા છે. જોકે ગ્રુપના સંચાલક ભૂગર્ભમાં હોવાના પગલે સ્થાનિક કક્ષાએ હજુ પણ કેટલાય લોકો બોલી રહ્યા નથી. ત્યારે રોકાણકારોના નાણા પરત મળે તે જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ ગ્રુપનું કૌભાંડ, ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બન્યાં

આ પણ વાંચો: 6,000 કરોડના BZ ગ્રુપ સ્કેમમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ તપાસ કરેઃ શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો: BZ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું, પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને લાગ્યા તાળા