Palanpur News/ BZ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું, પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને લાગ્યા તાળા

રમણ નાઈએ તેની પત્ની સાથે બનાસકાંઠાના પાલનપુરમાં આ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી અને તે પૈસાના બદલામાં ઉંચુ વળતર આપતો હોવાનું બહાર આવ્યું છે.

Top Stories Gujarat Others Breaking News

Palanpur News: દેશભરમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકો વધુ નફાની લાલચ આપીને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. આ રીતે પણ લાખો કરોડોની છેતરપિંડી થઈ રહી છે. હાલામાં જ  BZ ગ્રુપ બાદ વધુ એક કંપનીનું ઉઠામણું થયુ હોવાની ચર્ચા સામે આવી છે, જેમાં પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રૂપને તાળાં મારી દેવામાં આવ્યા છે. પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાના સમાચાર મળતા જ રોકાણકારો ઓફિસે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રમણ નાઈએ તેની પત્ની સાથે બનાસકાંઠાના પાલનપુરમાં આ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી અને તે પૈસાના બદલામાં ઉંચુ વળતર આપતો હોવાનું બહાર આવ્યું છે. રમણ નાઈ મૂળ મજાદર ગામનો હોવાનું બહાર આવ્યું છે, જેમાં તેણે ગુજરાતમાં પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રામાં શાખાઓ ખોલી હતી. હાલમાં આ સ્કીમ ચલાવનાર વ્યક્તિ ફરાર છે અને લોકો તેને શોધી રહ્યા છે. તેમના ઘરને પણ તાળું મારી દેવામાં આવ્યું છે, જેના કારણે રોકાણકારો ચિંતિત છે.

સૌ પ્રથમ તો આ દંપતી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં આવેલી અરજીની વાત કરીએ તો જેમાં પાલનપુર હાઇવે શાખા 3 માસથી બંધ છે જેમાં પ્રસિધ્ધિનો પ્રોપરાઇટર રમણ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. બ્રાન્ચ ખોલીને લોનની ચૂકવણી કરી, હાલ પોલીસ લોકોના નિવેદન નોંધીને કેસ પર કામ કરી રહી છે.

એવી ઘણી ઘટનાઓ બની છે કે જ્યાં નિષ્કપટ રોકાણકારો એવી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાય છે જે બજારમાં ઉપલબ્ધ રોકાણ યોજનાઓ કરતાં ઓછા જોખમ સાથે વધુ વળતરનું વચન આપે છે. આવી અનિયંત્રિત રોકાણ યોજનાઓને પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે અને તે અત્યંત જોખમી છે. લોકો ઊંચા વળતરના લોભમાં આવી યોજનાઓમાં રોકાણ કરે છે અને તેમની આજીવન બચત ગુમાવે છે, તો પછી આવી પોન્ઝી યોજનાઓમાં રોકાણ કરવું હિતાવહ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:6,000 કરોડના BZ ગ્રુપ સ્કેમમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ તપાસ કરેઃ શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો:સાબરકાંઠામાં BZ ગ્રુપનું કૌભાંડ, ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બન્યાં

આ પણ વાંચો:BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, સીએ રૂષિત મહેતાને ત્યાં CIDના ધામા